- આજે યોજાશે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક
- બેઠકની અધ્યક્ષતા કરશે (PM Modi meeting) વડાપ્રધાન મોદી
- કોવિડ તેમ જ મંત્રાલયોની કામગીરીની પણ સંભાવના
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (બુધવાર) કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકની ( PM Modi meeting ) અધ્યક્ષતા કરશે. આ બેઠક અંગે સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે કોવિડને લગતી પરિસ્થિતિની બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે અને કેટલાક મંત્રાલયોના કામની સમીક્ષા પણ થવાની સંભાવના છે.
ઓનલાઈન યોજાશે બેઠક PM Modi meeting
સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે સાંજે ( PM Modi meeting ) આ બેઠક ઓનલાઈન માધ્યમથી યોજાશે. બેઠકમાં માર્ગ અને પરિવહન મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ટેલિકોમ મંત્રાલયની કામગીરીની સમીક્ષા કરી શકાય છે. આમાં કોવિડ -19 સંબંધિત પરિસ્થિતિ પર પણ વિસ્તૃત ચર્ચા થઈ શકે છે.