નવી દિલ્હી: પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક (PM Security Breach In Punjab) અને વિરોધ પ્રદર્શનો (protest in punjab against pm modi)ના કારણે તેમના ફિરોજપુર (pm modi firozpur rally) ન પહોંચી શકવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા (BJP President JP Nadda Tweets)એ બુધવારે રાજ્યની કોંગ્રેસ સરકારને આડેહાથ લીધી છે. નડ્ડાએ કહ્યું કે, પંજાબ માટે હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ (development projects for punjab) શરૂ કરવા માટે PMની મુલાકાતમાં વિક્ષેપ પડ્યો તે દુઃખદ છે. રાજ્ય પોલીસને લોકોને રેલી (pm modi punjab rally)માં આવવાથી રોકવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન ચન્નીએ ફોન પર વાત કરવાનો કે ઉકેલ લાવવાનો ઇનકાર કર્યો હતો.
ફ્લાયઓવર પર 15થી 20 મિનિટ સુધી અટવાયા PM
નડ્ડાએ આરોપ લગાવ્યો કે આગામી વિધાનસભા ચૂંટણી (punjab assembly election 2022)માં હારના ડરથી તેમણે વડાપ્રધાનના કાર્યક્રમોમાં તોડફોડ કરવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા. નોંધનીય છે કે, વિરોધ પ્રદર્શનને કારણે વડાપ્રધાન પંજાબમાં એક ફ્લાયઓવર પર 15થી 20 મિનિટ સુધી અટવાયા હતા. પંજાબના ફિરોજપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ મોકૂફ (PM Modi's program In punjab canceled) રાખવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આને વડાપ્રધાનની સુરક્ષામાં ગંભીર ખામી (pm modi security lapse) ગણાવી છે અને આ મામલે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.
પોલીસ અને પ્રદર્શનકારીઓની મિલીભગત
નડ્ડાએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં કહ્યું કે, વડાપ્રધાન જે કાર્યક્રમમાં પંજાબમાં હજારો કરોડની વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરવાના હતા તેને ખોરવવામાં આવ્યો. રાજ્ય પોલીસને રેલીમાં આવવાથી રોકવાની સૂચના આપવામાં આવી હતી. પોલીસની કડકાઈ અને પ્રદર્શનકારીઓની મિલીભગતને કારણે મોટી સંખ્યામાં બસો ફસાઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, પરંતુ અમે આ તુચ્છ માનસિકતાને કારણે પંજાબના વિકાસને અવરોધવા નહીં દઈએ. પંજાબના વિકાસ માટે અમારા પ્રયાસો ચાલું રહેશે.
પંજાબની કોંગ્રેસ સરકાર વિકાસ વિરોધી