- કોરોનાની બીજી લહેરમાં દેશભરમાં ઓક્સિજનની અછત
- કેન્દ્ર સરકાર દ્વારા 50 હજાર મેટ્રિક ટન ઓક્સિજન આયાત કરાશે
- સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોની હાલની પરિસ્થિતિની PM દ્વારા સમીક્ષા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પૂરતો મેડિકલ ઓક્સિજન સુનિશ્ચિત કરવા માટે સમીક્ષા કરી હતી. વડાપ્રધાને કોરોના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત 12 રાજ્યોમાં આગામી 15 દિવસ માટે ઓક્સિજનનો ઉપયોગ અને અછત સંબંધિત સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો:ગત વર્ષે વેન્ટિલેટર, આ વર્ષે ઓક્સિજન: અછતને કઈ રીતે દૂર કરી રહ્યું છે ભારત ?
બેઠકમાં મોટાભાગના વિભાગો રહ્યા હાજર
વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે મોદીએ વિગતવાર સમીક્ષા પણ કરી. નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય, ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ, સ્ટીલ, માર્ગ પરિવહન અને અન્ય મંત્રાલયોને લગતી માહિતી વડાપ્રધાન સાથે શેર કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાને તમામ મંત્રાલયો વચ્ચે પરસ્પર સંકલન અને રાજ્ય સરકારો સાથે સહકાર સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો:રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને અંગેની LIVE UPDATE મેળવવા માટેઅહીં ક્લિકકરો
ક્યા 12 રાજ્યોનો સમાવેશ થાય છે?
12 રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ દેશમાં મેડિકલ ગ્રેડના ઓક્સિજનની આયાત માટે કરાઈ રહેલા પ્રયાસો અંગે વડાપ્રધાનને અવગત કર્યા હતા.