ઉત્તરાખંડ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓક્ટોબરે ઉત્તરાખંડની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. PM મોદીની મુલાકાત ચૂંટણીલક્ષી ઉપરાંત આધ્યાત્મિક પ્રકારની પણ હશે. PM મોદીએ તેમના કુમાઉ પ્રવાસ દરમિયાન સૌપ્રથમ ભગવાન જાગેશ્વર ધામના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેને લઈને વહીવટીતંત્ર અને મંદિર સમિતિએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી જાગેશ્વર ધામમાં વિશેષ પૂજા કરશે. ઉપરાંત તેઓ અહીં આરામથી બેસીને મંદિર સાથે જોડાયેલા ઈતિહાસના ગુણગાન પણ સાંભળશે. તે માટે મંદિર સમિતિએ PMO અધિકારીઓને સમગ્ર ઈતિહાસની જાણકારી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ વરિષ્ઠ સંત અથવા મંદિર સાથે જોડાયેલા અધિકારી વડાપ્રધાન મોદીને મંદિરની મહિમા જણાવશે.
11 બ્રાહ્મણો કરાવશે વિશેષ પૂજા :વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે સૌથી પહેલા પિથૌરાગઢના જ્યોલિંગકોંગ ખાતે ઉતરાણ કરશે. જ્યાં તેઓ પૂજા અર્ચના કરશે અને પછી આદિ કૈલાશના દર્શન માટે રવાના થશે. આદિ કૈલાશના દર્શન કર્યા બાદ પીએમ મોદી બપોરે 12 વાગે અલ્મોડાના જાગેશ્વર ધામ પહોંચશે. અહીં જાગેશ્વર મંદિરના મુખ્ય પૂજારી હેમંત ભટ્ટ પીએમ મોદીનું સ્વાગત કરશે. ત્યારબાદ પીએમ મોદી જાગેશ્વર મંદિરમાં 11 બ્રાહ્મણોના યજમાન બનશે. આ બ્રાહ્મણો તેમની પૂજા કરાવશે. મંદિર સાથે જોડાયેલા લોકો પાસેથી મળતી માહિતી અનુસાર મંદિરની એક તરફ વહેતી જટા નદી વિશે પણ માહિતી આપવામાં આવશે. આ સાથે મંદિરના કમળ કુંડનું શું મહત્વ છે, આ અંગે પીએમ મોદીને જાણકારી આપવામાં આવશે.
PM મોદીની ખાસ ઈચ્છા : જાગેશ્વર મંદિર સમિતિના લોકોના જણાવ્યા અનુસાર પીએમ મોદીના અધિકારીઓને મંદિર સાથે જોડાયેલા તમામ પૌરાણિક ગ્રંથોની માહિતી આપી છે. મંદિરની પરિક્રમા કર્યા બાદ આરામથી ઇતિહાસને જાણવાની પીએમ મોદીની ઈચ્છા છે. આ માટે તેમની સાથે એક શખ્સ હાજર રહેશે જે વડાપ્રધાનને દરેક વાત વિગતવાર જણાવશે. ઉલ્લેખનિય છે કે, જાગેશ્વર મંદિરને અંદાજે 20 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું છે. મંદિરમાં પીએમ મોદીનો કાર્યક્રમ આશરો 25 મિનિટ સુધી ચાલશે. આજે 11 ઓક્ટોબરથી જ મંદિરમાં સામાન્ય ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. જે 12 ઓક્ટોબરના રોજ પીએમ મોદીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દૂર કરવામાં આવશે
4200 કરોડની યોજનાનો શિલાન્યાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાગેશ્વર ધામમાં પૂજા અર્ચના કર્યા બાદ ફરી એકવાર પિથૌરાગઢ જવા રવાના થશે. તેમના માટે અહીં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ઉત્તરાખંડ સરકારના તમામ કેબિનેટ પ્રધાનો, મુખ્યપ્રધાન અને તમામ સાંસદો સાથે દિલ્હીના અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. આ રેલી પછી પીએમ મોદી પિથૌરાગઢ માટે લગભગ 4200 કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. આ રકમથી આ વિસ્તારમાં પ્રવાસન, શિક્ષણ, આરોગ્ય, વીજળી અને રસ્તા જેવા વિવિધ કામો કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, પીએમ મોદીની મુલાકાતને લઈને અલ્મોડામાં રૂટ ડાયવર્ઝનનો પ્લાન જાહેર કરવામાં આવ્યો છે.
- Akhilesh Yadav: અખિલેશ યાદવ ગેટ ઓળંગીને જેપી સેન્ટરની અંદર પહોંચ્યા, જયપ્રકાશ નારાયણની પ્રતિમાને માળા પહેરાવી
- Asian Games 2023 : PM મોદીએ એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ખેલાડીઓ સાથે કરી મુલાકાત, જાણો શું કહ્યું