કોચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની બે દિવસીય મુલાકાતે છે. પીએમ મોદી કોલેજ ગ્રાઉન્ડમાં 'યુવામ 23' કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં અનિલ એન્ટોની, ગાયક વિજય યેસુદાસ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, ફિલ્મ સ્ટાર યશ, ઋષભ શેટ્ટી અને અન્ય પ્રખ્યાત હસ્તીઓ ભાગ લેશે. મોદી તાજ મલબાર હોટેલમાં રાત્રિ રોકાણ કરશે, જ્યાં તેઓ ખ્રિસ્તી ધર્મગુરુઓ અને અન્ય મહાનુભાવોને મળશે. તે ખ્રિસ્તી ચર્ચના લગભગ 10 ધાર્મિક નેતાઓને મળશે.
1.8 કિમીનો રોડ શો:વડાપ્રધાન મોદી પેરુમનુર જંકશનથી થેવરા કોલેજ સુધી રોડ શો કરશે. રોડ શોમાં પીએમ મોદી 1.8 કિમીનું અંતર કાપશે. આ દરમિયાન તેમની સુરક્ષામાં 2100 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. થેવારા સેક્રેડ હાર્ટ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આશરે 20,000 લોકો ભાગ લે તેવી અપેક્ષા છે, જ્યાં 'યુવમ-23' કોન્ક્લેવ યોજાશે.
આ પણ વાંચો:Opposition Unity: નીતિશ વિપક્ષી એકતાના અભિયાનમાં વ્યસ્ત, શું મમતા-અખિલેશને કોંગ્રેસ સાથે જોડી શકશે?
25 એપ્રિલનો કાર્યક્રમ:પીએમ મંગળવારે સવારે તિરુવનંતપુરમ જવા રવાના થશે. તેઓ સવારે 10.30 વાગ્યે સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ત્યારબાદ સવારે 11 વાગ્યા સુધીમાં કોચી વોટર મેટ્રો સહિત 3200 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ સ્ટેડિયમમાં કેટલાક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યા સુધીમાં તેઓ દાદરનગર હવેલી જવા રવાના થશે.
આ પણ વાંચો:Modi surname case: પટના હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને મોટી રાહત, મોદી સરનેમ કેસમાં હાજરીમાંથી મુક્તિ
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: કોચી અને ત્રિવેન્દ્રમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીની સુરક્ષામાં છ એસપી, 26 ડીવાયએસપી અને 2100 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. એરપોર્ટથી તાજ હોટલ પહોંચે ત્યાં સુધી તમામ કાર્યક્રમોમાં પોલીસની ટીમ વડાપ્રધાનની સાથે રહેશે. આ રોડ શોમાં લગભગ 15,000 લોકો આવવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનને કેરળમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ ધમકી આપનારની ધરપકડ કરાઈ હતી.