નવી દિલ્હી/મુંબઈ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના 246 કિલોમીટર લાંબા દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનનું ઉદ્ઘાટન કરશે. એક્સપ્રેસ વેના આ વિભાગના પ્રારંભ સાથે, રાષ્ટ્રીય રાજધાનીથી જયપુર સુધીની મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટીને લગભગ સાડા ત્રણ કલાક થવાની ધારણા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે શરૂ થયા બાદ અનેક શહેરો વચ્ચેનું અંતર પણ ઘટી જશે.
પીએમ મોદી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરશે પ્રવાસનો સમય ઘટીને 2 કલાક થઇ જશે: PM મોદીએ રવિવારે સોહના-દૌસા એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કર્યા બાદ દિલ્હી અને જયપુર વચ્ચેનો પ્રવાસનો સમય ઘટીને 2 કલાક થઈ જશે. આ પ્રોજેક્ટ માટે 5 રાજ્યો- દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 15 હજાર હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. આ દરમિયાન મોદી દૌસામાં 18,100 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સની ભેટ આપશે.
એક્સપ્રેસ વે પર મુસાફરોના અનુભવને સારો બનાવવા માટે રસ્તામાં 94 સાઇડ સીન અને સુવિધાઓ હશે. દિલ્હીથી મુંબઈ માત્ર 12 કલાકમાં: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની લંબાઈ 1,386 કિમી છે. આનાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેની મુસાફરીનું અંતર 1,424 કિલોમીટરથી ઘટીને 1,242 કિલોમીટર થઈ જશે. એટલે હવે 12 કલાકમાં એક્સપ્રેસ હાઈવેથી દિલ્હીથી મુંબઈ પહોંચી શકાશે. તેમજ વાત કરીએ તો અત્યારે દિલ્હીથી મુંબઈ પહોંચવામાં લગભગ 24 કલાકનો સમય લાગે છે. આ એક્સપ્રેસ વે દ્વારા માત્ર 12 કલાકમાં જ પહોંચી શકાશે.
એક્સપ્રેસ વે પર 40 થી વધુ મુખ્ય ઇન્ટરચેન્જ હશે જે કોટા, ઇન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરતની કનેક્ટિવિટી સુધારશે. માત્ર 3.30 કલાકમાં દિલ્હીથી જયપુર:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગ 246 કિમી લાંબો છે, જે રૂ. 12,150 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. આ વિભાગ શરૂ થવાથી દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટીને સાડા ત્રણ કલાક થઈ જશે. નિવેદન અનુસાર, આ વિભાગ શરૂ થવાથી સમગ્ર પ્રદેશમાં આર્થિક વિકાસને પણ વેગ મળશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે એશિયાનો પ્રથમ અને વિશ્વનો બીજો એક્સપ્રેસવે છે, જ્યાં વન્યજીવો માટે ઓવરપાસની સુવિધા આપવામાં આવી છે. એક્સપ્રેસ વેની લંબાઈ: ઉલ્લેખનીય છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે, જેની કુલ લંબાઈ 1,386 કિમી હશે. તેના પૂર્ણ થવાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેનું મુસાફરી અંતર 12 ટકા ઘટશે અને રસ્તાની લંબાઈ 1,424 કિમીથી ઘટીને 1,242 કિમી થઈ જશે. મુસાફરીના સમયમાં પણ 50 ટકાનો ઘટાડો થશે.
આ પણ વાંચોUP GIS2023 : પ્રવાસન ક્ષેત્રને બીજા દિવસે મોટા મળ્યા રોકાણકારો, UAE કરશે 70 હજાર કરોડનું રોકાણ, જાપાની હોટલ જૂથ 30 શહેરોમાં ખોલશે હોટલ
6 રાજ્યોમાંથી પસાર થશે એક્સપ્રેસ વે:આ એક્સપ્રેસ વે 6 રાજ્યો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે. PMOએ કહ્યું કે, તે તમામ અડીને આવેલા પ્રદેશોના વિકાસના માર્ગ પર ઉત્પ્રેરક અસર કરશે અને આ રીતે દેશના આર્થિક પરિવર્તનમાં મોટો ફાળો આપશે. આ કાર્યક્રમ દરમિયાન, મોદી 5,940 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર 247 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.
આ પણ વાંચોLGs Legal Bet : દિલ્હી LGએ આમ આદમી પાર્ટીના બે નેતાઓને ડિસ્કોમ્સમાંથી બહાર કાઢ્યા
એરો ઈન્ડિયા 2023 ની થીમ:બેંગલુરુમાં વડાપ્રધાનના કાર્યક્રમ અંગે PMOએ કહ્યું કે, એરો ઈન્ડિયા 2023 ની થીમ 'ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' છે. 'મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'ના મોદીના વિઝનને અનુરૂપ, આ ઈવેન્ટ સ્વદેશી ઉપકરણો, ટેક્નોલોજી અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર વડાપ્રધાનનો ભાર પણ પ્રદર્શિત થશે, કારણ કે આ ઇવેન્ટ ડિઝાઇન નેતૃત્વમાં દેશની પ્રગતિ અને UAV ક્ષેત્ર, સંરક્ષણ ક્ષેત્ર અને ભાવિ તકનીકોમાં પ્રગતિ દર્શાવશે.