ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે - PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના પ્રવાસે (PM Narendra Modi To Visit Gujarat) છે. આ દરમિયાન તેઓ રાજ્યમાં રૂપિયા 14,500 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે
PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે

By

Published : Oct 9, 2022, 6:54 AM IST

Updated : Oct 9, 2022, 7:11 AM IST

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (રવિવારે) ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે (PM Narendra Modi To Visit Gujarat) છે. આ દરમિયાન તેઓ ગુજરાતમાં રૂપિયા 14,500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. એક સત્તાવાર નિવેદન અનુસાર વડાપ્રધાન મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી તેમના ગૃહ રાજ્યમાં રહેશે, જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

PM મોદી મોઢેરામાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે :વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મહેસાણાના મોઢેરામાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને બે મંદિરોમાં પૂજા કરશે. જેમાં કહેવાયું છે કે, સોમવારે તેઓ ભરૂચના આમોદ, અમદાવાદ અને જામનગરમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં કેટલાક અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

PM મોદી મોઢેરાને સૌર ઉર્જા પર ચાલતા ભારતના પ્રથમ ગામ તરીકે જાહેર કરશે :નિવેદનમાં જણાવાયું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોઢેરાને 24x7 સૌર ઉર્જા પર ચાલતા ભારતના પ્રથમ ગામ તરીકે જાહેર કરશે. તેના પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ મોઢેરા શહેરના સૌરીકરણના મોદીના વિઝનને મૂર્ત બનાવે છે, જ્યાં સૂર્ય મંદિર આવેલું છે. આ પ્રોજેક્ટ હેઠળ, જમીન પર સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે અને રહેણાંક અને સરકારી ઇમારતોની છત પર 1,300 થી વધુ સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જે બેટરી એનર્જી કન્ઝર્વેશન સિસ્ટમ (BESS) દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. આ પ્રોજેક્ટ દર્શાવે છે કે, કેવી રીતે ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા પાયાના સ્તરે લોકોને સશક્તિકરણ કરી શકે છે.

PM મોદી ઘણા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે :નિવેદન મુજબ વડાપ્રધાન ગુજરાત અને મધ્યપ્રદેશની તેમની મુલાકાત દરમિયાન સાબરમતી-જગુદાન રેલ વિભાગના ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ, ઓએનજીસીના નંદાસન જીઓલોજિકલ ઓઈલ પ્રોડક્શન પ્રોજેક્ટ અને મોઢેરાના સૂર્ય મંદિરના મેપિંગ પ્રોજેક્ટ સહિત અન્ય ઘણા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ ભરૂચના જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે. નાણાકીય વર્ષ 2021-22માં કુલ દવાની આયાતમાં જથ્થાબંધ દવાઓ (આરોગ્યના લાભ માટે દવાઓમાં ઉમેરવામાં આવેલા સંયોજનો)નો હિસ્સો 60 ટકાથી વધુ હોવાનો ઉલ્લેખ કરતા, એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ આયાત ઘટાડવા અને દવાનું ઉત્પાદન વધારવાનો છે. પ્રદેશમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

PM મોદી અનેક ઔદ્યોગિક ઉદ્યાનોનો શિલાન્યાસ કરશે :નિવેદન અનુસાર મોદી અનેક ઔદ્યોગિક ઉદ્યાનોનો શિલાન્યાસ પણ કરશે. તેઓ અમદાવાદમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક સંકુલ 'મોદી શિક્ષક સંકુલ'ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડશે. એવું કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન 11 ઓક્ટોબરે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે રૂપિયા 1,300 કરોડની કિંમતની વિવિધ આરોગ્ય સુવિધાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જામનગરમાં તેઓ સિંચાઈ, વીજળી, પાણી પુરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓને લગતી વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

Last Updated : Oct 9, 2022, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details