દેહરાદૂન:ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતની કારનો આજે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઋષભ પંત (Rishabh Pant Car Accident) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઋષભ પંતની માતા સાથે વાતચીત (PM Narendra Modi Talk Rishab Pant Mother) કરી હતી.
ઋષભ પંતની માતાને મદદનું આશ્વાસન આપ્યું: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઋષભ પંતની તબિયત વિશે જાણકારી મેળવી હતી અને તેમને તમામ શક્ય મદદનું આશ્વાસન આપ્યું હતું. PM મોદી ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતને લઈને વ્યથિત થયા હતા અને તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પણ ઋષભ પંતની માતા સાથે ફોન પર વાત કરી હતી. તે જ સમયે, કેબિનેટ પ્રધાન પ્રેમચંદ અગ્રવાલ પોતે ઋષભ પંતને જોવા માટે મેક્સ હોસ્પિટલ ગયા હતા. ઉત્તરાખંડ સરકારે ઋષભ પંતની સારવારનો સમગ્ર ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે.
આ પણ વાંચો:...તો આ કારણે થયો ઋષભ પંતની કારનો અકસ્માત, મર્સિડીઝ સ્વાહા
રૂરકી પાસે થયો હતો અકસ્માત:ઉલ્લેખનીય કે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંત 30 ડિસેમ્બરના રોજ દિલ્હીથી રૂરકી સ્થિત પોતાના ઘરે જતો હતો. ઋષભ પંત જેવા જ રૂરકી પાસેના નરસન વિસ્તારમાં પહોંચ્યો કે તરત જ તેની સ્પીડમાં આવતી કારને અકસ્માત નડ્યો. ઋષભ પંતના કાર અકસ્માતનો જે વીડિયો સામે આવ્યો છે તેને જોઈને કારની સ્પીડનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. કાર ડિવાઈડર પરના અવરોધો તોડીને આગળ વધી અને અનેક પલટી મારીને ફરી સીધી થઈ. સામે આવેલી માહિતી પ્રમાણે ઋષભ પંતને ઉંઘ આવી ગઈ હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.
હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ:આ ઘટના બાદ કારમાં આગ લાગી, રિષભ કોઈ રીતે કારમાંથી બહાર આવ્યો. ત્યારે જ ત્યાંથી પસાર થતી હરિયાણા રોડવેઝની બસ ઉભી રહી અને તેણે ઋષભ પંતની મદદ કરી. માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગંભીર રીતે ઘવાયેલા ઋષભ પંતને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ડોક્ટરોએ ઋષભને દેહરાદૂનની હાયર સેન્ટર મેક્સ હોસ્પિટલમાં રિફર કર્યો હતો.