- દેશમાં ઓટો અને મેટલ ઉદ્યોગને વેગ મળશે
- ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટમાં નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ થઇ
- કચરે સે કંચન અભિયાન અંતર્ગત જૂના વાહનોને રસ્તા પરથી દૂર કરવામાં આવશે
ગાંધીનગર: વડાપ્રધાને શુક્રવારે ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટમાં નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપિંગ પોલિસી (Scrap Policy) લોન્ચ કરી. કચરે સે કંચન અભિયાન અંતર્ગત જૂના વાહનોને રસ્તા પરથી દૂર કરવામાં આવશે. વડાપ્રધાને દાવો કર્યો કે, આ અભિયાનના કારણે દેશમાં ઓટો અને મેટલ ઉદ્યોગને વેગ મળશે. આ નીતિ દેશમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ લાવશે.
આ પણ વાંચો- નવી સ્ક્રેપિંગ પોલીસી જાહેર, સ્ક્રેપ સાથે સંકળાયેલા વેપારીઓથી લઈ કામદારોને નવી ઉર્જા અને સુરક્ષા મળશે
ઓટો સેક્ટરનું કદ 4.50 લાખ કરોડથી વધીને 6 લાખ કરોડ થશે
પોલિસી હેઠળ જૂના વાહનને ભંગાર જાહેર કરવા પર પ્રમાણપત્ર આપવામાં આવશે. બાદમાં, નવું વાહન ખરીદતી વખતે સર્ટિફિકેટ બતાવવા પર, રજિસ્ટ્રેશન ચાર્જ અને રોડ ટેક્સમાં મુક્તિ મળશે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2021-22 માં જ રસ્તાઓ પરથી જૂના વાહનો દૂર કરવા માટે આ સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. દેશમાં પ્રદુષણની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર આ નીતિ લાવી છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સ્ક્રેપિંગ પોલિસી વિશે જણાવ્યું હતું કે, તે ભારતમાં 10 હજાર કરોડનું રોકાણ લાવશે તેમજ 50 હજાર નવી નોકરીઓનું સર્જન થશે. આ સિવાય ઓટો સેક્ટરનું કદ 4.50 લાખ કરોડથી વધીને 6 લાખ કરોડ થશે.
શું છે સ્ક્રેપ પોલિસી
સ્ક્રેપિંગ પોલિસી (Scrap Policy)ના કારણે, 20 વર્ષથી જૂનાં વાહનોને રસ્તા પર ચાલવા દેવામાં આવશે નહીં. ભારતમાં હાલમાં 51 લાખ જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે ચિહ્નિત છે. તેનો હેતુ નવા વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. 20 વર્ષ જૂના વાહનના માલિકોને સ્ક્રેપિંગ માટે પ્રમાણપત્ર મળશે. આ સર્ટિફિકેટ બાદ તેમને નવું વાહન ખરીદવા પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જમાં મુક્તિ મળશે.
કઈ રીતે અમલ થશે પોલિસીનો
અમેરિકાની વાત કરવામાં આવે તો વાણિજ્યક વાહનોના વાહનનું રજિસ્ટ્રેશન ફિટનેસ સર્ટિફિકેટની માન્યતા સાથે જોડાયેલું છે. વાણિજ્યિક વાહનો પ્રથમ આઠ વર્ષ સુધી દર બે વર્ષે અને ત્યારબાદ દર વર્ષે ફિટનેસ ટેસ્ટમાંથી પાસ થાય છે, જ્યારે ખાનગી વાહનોમાં પ્રથમ પંદર વર્ષનું રજીસ્ટ્રેશન આપવામાં આવે છે અને 15 વર્ષ બાદ રજિસ્ટ્રેશનના નવીનીકરણ માટે માન્ય ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી છે. આવું નવીનીકરણ ફિટનેસ સર્ટિફિકેટ પાંચ વર્ષ માટે માન્ય રહેશે, જ્યારે 1 એપ્રિલ 2013થી ભારે કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ પરીક્ષણ માત્ર સ્વયંસંચાલિત પરીક્ષણ સેન્ટર મારફત જ કરવાનું રહેશે અને કોમર્શિયલ વાહનોના અન્ય તમામ વર્ગોની સાથે ખાનગી વાહનો માટે સ્વચાલિત પરીક્ષણ સ્ટેશન મારફતે ફિટનેસ પરીક્ષણ 1 જૂન 2024થી તબક્કાવાર ફરજિયાત કરવાનું રહેશે, આમ 1 જૂન 2024થી આ કાયદો અમલીકરણમાં આવશે.
શું આ પોલિસીની નીતિ હેઠળ 15 વર્ષ જૂનું વાહન પણ આવશે
કેન્દ્ર સરકારે માર્ચમાં નવી સ્ક્રેપ પોલિસી (Scrap Policy) જાહેર કરી હતી. આ ઓક્ટોબર 2021થી અમલમાં આવશે. આ અંતર્ગત પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા 20 વર્ષ જૂના ખાનગી વાહનની મંજૂરી છે. પરંતુ શરત એ છે કે, વાહને ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. ફેલ થવા પર વાહન સ્ક્રેપમાં જશે. 1 જૂન, 2024 પછી, તેનું 'ઓટોમેટિક ડી-રજિસ્ટ્રેશન' અથવા રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. 1 એપ્રિલ, 2023 થી, 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોની નોંધણી સમાપ્ત થશે. દેશમાં 15 વર્ષ જૂના વાહનોની સંખ્યા અંદાજિત 34 લાખ છે.
આ પણ વાંચો- 13 ઓગસ્ટ દેશની સ્ક્રેપ પોલિસી જાહેર થશે, પીએમ મોદી એમઓયુ સમયે આપશે વર્ચ્યુઅલ હાજરી
કેવી રીતે થશે સ્ક્રેપરને ફાયદો
જ્યારે વાહન સ્ક્રેપ કેટેગરીમાં જાય છે, ત્યારે તેના માટે મૂલ્યની ગણતરી કરવામાં આવશે. આ રકમ વાહન માલિકને પણ આપવામાં આવશે. પછી તેને નવી કાર ખરીદવા પર રજિસ્ટ્રેશન ચાર્જ અને રોડ ટેક્સમાંથી પણ મુક્તિ મળશે. ઉદાહરણ તરીકે, દિલ્હીમાં એક કારની સ્ક્રેપ કિંમત 40 હજાર હોવાનું જાણવા મળ્યું હતું. 6 લાખના નવા વાહનની નોંધણી ફી 26 હજાર રૂપિયા છે. પછી રોડ ટેક્સ પણ વાહનની કિંમતના 4 ટકા એટલે કે 24 હજાર છે. જો તમે જૂના વાહનની કિંમત અને નવા વાહનના ટેક્સ માફને ઉમેરો તો આ બચત 90 હજારની નજીક થશે.
આખરે કેમ બની સ્ક્રેપ પોલિસી