દેહરાદૂનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઉત્તરાખંડ પ્રત્યે વિશેષ લગાવ છે. નરેન્દ્ર મોદી આજે ફરીથી ઉત્તરાખંડના એક દિવસીય પ્રવાસે છે. પીએમ મોદીએ પિથૌરાગઢના આદિ કૈલાસ મંદિરમાં પૂજા અર્ચના કરી છે. નરેન્દ્ર મોદીએ સ્થાનિક વેશભૂષામાં ભગવાન શંકરની પૂજા કરી. પૂજા દરમિયાન નરેન્દ્ર મોદીએ શંખ અને ડમરુ પણ વગાડ્યા. વડા પ્રધાનના પ્રવાસ સંદર્ભે લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
PM Narendra Modi in Uttarakhand: આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના એક દિવસીય પ્રવાસે - પિથૌરાગઢ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના એક દિવસીય પ્રવાસે છે. વડા પ્રધાને કૈલાસ મંદિશમાં પૂજા અર્ચના કરી. વડા પ્રધાન મોદી પિથૌરાગઢમાં 4,200 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરશે.
Published : Oct 12, 2023, 11:52 AM IST
જાગેશ્વરમાં વિશિષ્ટ પૂજાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજ સવારે પિથૌરાગઢના જ્યોલિંગકોંગમાં લેન્ડ થયા હતા. તેમણે આદિ કૈલાશ મંદિરમાં પૂજા કરી. પૂજા ઉપરાંત મોદીએ ધ્યાન પણ કર્યુ હતું. પિથૌરાગઢ બાદ મોદી અલ્મોડાના જાગેશ્વર ધામ જશે. જાગેશ્વર મંદિરના મુખ્ય પૂજારી હેમંત ભટ્ટ વડા પ્રધાન મોદીનું વિશિષ્ટ સ્વાગત કરશે. વડા પ્રધાન મોદી જાગેશ્વરમાં 11 બ્રાહ્મણોના યજમાન બનશે. 11 બ્રાહ્મણો નરેન્દ્ર મોદીને કરાવશે પૂજા અર્ચના. જાગેશ્વર મંદિર સમિતિની ઈચ્છા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યજમાન બને.
4200 કરોડના વિકાસકાર્યોઃ વડા પ્રધાન મોદીને જાગેશ્વર મંદિર વિશેની ખાસિયતોથી પણ માહિતગાર કરાવાશે. જાગેશ્વર મંદિર પાસેથી વહેતી જટા નદી, કમળકુંડથી વિશિષ્ટ માહિતી નરેન્દ્ર મોદીને અપાશે. જાગેશ્વર ધામમાં પૂજા અર્ચના કર્યા બાદ નરેન્દ્ર મોદી પિથૌરાગઢ જવા રવાના થશે. પિથૌરાગઢમાં વડા પ્રધાન મોદી જનસભાને સંબોધન કરશે. કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી, તમામ કેબિનેટ પ્રધાન, સાંસદ હાજર રહેશે. વડા પ્રધાન મોદી રેલી બાદ પિથૌરાગઢ માટે 4200 કરોડના વિકાસકાર્યોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરશે. આજે સાંજે વડા પ્રધાન મોદી ઉત્તરાખંડથી પરત ફરશે.