અયોધ્યા :22 જાન્યુઆરી 2024ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પવિત્ર નગરીમાં નિર્માણ થઈ રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે હાજર રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય, ટ્રસ્ટના વરિષ્ઠ સભ્યોમાં પેજાવર મઠના સ્વામી વિશ્વેશ પ્રસન્ન તીર્થ માધવાચાર્ય મહારાજ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કમિટીના અધ્યક્ષ નૃપેંદ્રએ દિલ્હીમાં નરેન્દ્ર મોદી તેમને મળ્યા અને તેમને અયોધ્યા આવવા આમંત્રણ આપ્યું હતું.
Ram Mandir Pran Pratistha Program : 22 જાન્યુઆરીએ થશે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, પીએમ મોદીને અપાયું આમંત્રણ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમને અયોધ્યામાં રામ મંદિર નિર્માણના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવા આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે.
Published : Oct 26, 2023, 6:54 AM IST
વડાપ્રધાને કર્યો હતો શિલાન્યાસ : 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામના મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો. લગભગ સાડા ત્રણ વર્ષ બાદ હવે પીએમ મોદી ભગવાન રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં યજમાનની ભૂમિકા નિભાવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જાહેર કરેલી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે હાજરી આપવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.
આ તારીખે થશે પ્રાણ પ્રતિષ્ઠા : 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામના અભિષેકનો કાર્યક્રમ મોટા પાયે આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જોકે, 22 જાન્યુઆરીએ આયોજિત આ કાર્યક્રમમાં સામાન્ય લોકોને સામેલ કરવામાં આવ્યા નથી. ટ્રસ્ટ દ્વારા આમંત્રિત કરાયેલા સભ્યો જ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લઈ શકશે. સુરક્ષાના દૃષ્ટિકોણથી, ટ્રસ્ટે પહેલાથી જ સામાન્ય રામ ભક્તોને 26 જાન્યુઆરી પછી રામ મંદિરના દર્શન અને પૂજા માટે પહોંચવા વિનંતી કરી છે. આ પહેલા સુરક્ષાના કારણોસર તેમને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.