- આજે વીડિયો કોન્ફ્રન્સનથી ટોયકૈથૉન -2021ના સહભાગી સાથે કરશે વાત
- ટોયકૈથૉન -2021 કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંક પણ રહેશે ઉપસ્થિત
- ટોયકૈથૉન -2021 મુખ્ય હેતુ ભારતમાં રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન અપવાનો
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM modi)આજે વીડિયો કોન્ફ્રન્સન દ્વારા ટોયકૈથૉન -2021ના સહભાગીઓ સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નવીન રમકડાં અને રમતોમાં નવા વિચારોને આમંત્રિત કરવાનો છે. ટોયકૈથૉનને લઇને વડાપ્રધાન મોદી(PM modi) અમદાવાદમાં GTU ખાતે શરૂ થયેલ ટોયકૈથૉનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરશે.
વર્ચ્યુલ કાર્યક્રમમાં ટોય ક્લસ્ટર સંચાલકો સાથે કરી હતી વાતચીત
વર્ચ્યુલ કાર્યક્રમમાં વડાપ્રધાને પારંપરિક રમકડાંનું ઉત્પાદન કરતા ચેન્નાપટ્ટનમ, વારાણસી અને જયપુરના ટોય ક્લસ્ટર સંચાલકો સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ તેમને બાળકોની પસંદગી ને ધ્યાને રાખીને નવીનીકરણ સાથેના રમકડાંનું ઉત્પાદન કરવા પણ આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત રમકડાંમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડી ઈકો-ફ્રેન્ડલી રમકડાં બનાવવા અપીલ કરી હતી.
આ પણ વાંચોઃજૂનાગઢ મનપાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી, વિકાસના કામો પર મારી મંજૂરીની મહોર
ટોયકૈથૉન -2021નો હેતુ રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરી જણાકારી આપી હતી. 24 જૂના રોજ સવારે 11 વાગ્યે ટોયકૈથૉન -2021 ના સહભાગીઓ સાથે વાતચીત કરશે, જેનો હેતુ ભારતને રમકડાં ઉત્પાદન અને સંબંધિત વિચારોનું કેન્દ્ર બનાવવાનું છે." આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ (Ramesh Pokhriyal)નિશંક પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ટોય એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં 15 મંત્રાલયોનો સમાવેશ કરાયો છે. જે મંત્રાલયોમાં આયોજન શિક્ષણ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, MSME મંત્રાલય, DPIIT, કાપડ મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને AICTE દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેથી દેશનો રમકડા ઉદ્યોગ સ્પર્ધાત્મક રીતે સક્ષમ બની શકે. પીએમ મોદીએ કેટલાક ટોય ક્લસ્ટરને સ્થાનિક સંસ્થાઓનો સંપર્ક કરી તેમના ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ બનાવવા પણ સુચન કર્યું હતું. આ ઉપરાંત રમકડાં ઉત્પાદકોને નવીનીકરણ માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.
આ પણા વાંચોઃગીરસોમનાથ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ
ભારતનું સ્થાનિક બજાર તેમજ વૈશ્વિક બજાર ઉત્પાદન ક્ષેત્રે વિશાળ તક
ટોયકૈથૉન, ભારતનું સ્થાનિક બજાર તેમજ વૈશ્વિક બજાર રમકડા બજાર ઉત્પાદન ક્ષેત્ર માટે એક વિશાળ તક છે. ટોયકૈથૉન -2021નો ઉદ્દેશ ભારતમાં રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે, જેથી રમકડા બજારમાં વિશાળ હિસ્સામાં ભારત અગ્રેસર બની શકે.