અમદાવાદ : PM મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર તરફ જવા થયા રવાના, અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ, મુખ્યપ્રધાન, DGP, અમદાવાદ કલેક્ટર, સ્વાગત માટે પહોંચ્યા હતા. PMનું સ્વાગત કરવા માટે થઈને તમામ લોકો પણ પહોચ્યા હતા. PMને આવકારવા CR પાટીલ પહોંચ્યા હતા અમદાવાદ એરપોર્ટ.
ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે -વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી એટલે કે, તારીખ 18થી 20 એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે(Modi on a three-day visit to Gujarat) આવ્યા છે. આજે સાંજે લગભગ 6 વાગ્યે ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.(Complete program of Modi's Gujarat tour) આવતી કાલે 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. તેજ દિવસે લગભગ 3:30 કલાકે જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે, ત્યાર બાદ બપોરે લગભગ 3:30 કલાકે દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.