નવી દિલ્હી-વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની (Pm Modi Germany visit) પહોંચ્યા (G7 Summit in Germany) છે. તેમના બે દિવસીય પ્રવાસમાં તેઓ UAEની(United Arab Emirates) પણ મુલાકાત (Pm Modi UAE visit) લેશે. તેમના જર્મની અને યુએઈના પ્રવાસ દરમિયાન વિશ્વના 12થી વધુ નેતાઓ સાથે બેઠક કરશે અને 15થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જર્મનીના મ્યુનિકમાં આગમન પર બાવેરિયન બેન્ડે સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો:તીસ્તા સેતલવાડને કોરોના ટેસ્ટ માટે જઈ જવાયા, પૂર્વ IPS સંજીવ ભટ્ટને કરાશે ટ્રાન્સફર
ભારતીય સમુદાય કાર્યક્રમને સંબોધિત કરશે:મળતી માહિતી (PM Modi Attend G7 Summit) મુજબ, મોદીજી મ્યુનિકમાં એક ભારતીય સમુદાય સાથે સંબંઘિત કાર્યક્રમને સંબોધિત કરશે. કોરોના મહામારી પછી આ સૌથી મોટો કાર્યક્રમ હોવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. મોદી 26થી 27 જૂન સુધી યોજાનારી G7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની જશે.