ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વડાપ્રધાને યોજી સમીક્ષા બેઠક - નરેન્દ્ર મોદી

એક તરફ દેશમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ ગઇ છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ફરી એક વખત ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને એક સમીક્ષા બેઠક યોજી હતી.

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વડાપ્રધાને યોજી સમીક્ષા બેઠક
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વડાપ્રધાને યોજી સમીક્ષા બેઠક

By

Published : Sep 10, 2021, 10:36 PM IST

  • કોરોનાની ત્રીજી લહેરની આશંકા
  • વડાપ્રધાને યોજી સમીક્ષા બેઠક
  • બેઠકમાં તૈયારીઓ અંગે થઇ ચર્ચા

ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઇ રહી છે ત્યારે કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે તમામ સાવધાનીઓ લેવામાં આવી રહી છે. આ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હાઇકમાન્ડ બેઠક યોજી હતી. આ બેઠક એવા સમયે યોજાઇ છે જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે એવું નિવેદન આપ્યું છે કે ભારતામં કોરોનાની બીજી લહેર હજી ચાલુ છે તે સમાપ્ત થઇ નથી. તેમણે એવું પણ નિવેદન આપ્યું હતું કે દેશના 35 જીલ્લામાં અઠવાડિક કોવિડ સંક્રમણ દર 10 ટકા વધારે છે. જ્યારે 30 જીલ્લામાં સંક્રમણ દર 5 થી 10 ટકા વચ્ચે છે.

ઑક્ટોબરમાં પીક પર હોઇ શકે છે ત્રીજી લહેર

સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે દેશના વયસ્કોમાંથી 58 ટકાને કોરોનાની ઓછામાં ઓછી એક રસી મુકાઇ ગઇ છે. સરકારે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 72 કરોડ વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જો કે ગત મહિને જ કેન્દ્ર સરકાર દ્વારા નિર્મિત એક પેનલે જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર ઑક્ટોબરમાં પીક પર હોઇ શકે છે. આ પેનલે એવું પણ જણાવ્યું હતું કે બાળકો માટે વધુ સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા ગોઠવવી જોઇએ. જે વયસ્કો જેવી જ હોય.

ABOUT THE AUTHOR

...view details