ગુજરાત

gujarat

ETV Bharat / bharat

2024માં ભાજપ તેલંગણામાં સરકાર બનાવશે,પરિવારવાદથી ચાલતી પાર્ટી કોઈનું ભલુ ન કરી શકે: PM મોદી - હૈદરાબાદ નરેન્દ્ર મોદી રેલી

તેલંગણાના હૈદરાબાદમાં રેલી યોજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi in Hyderabad) આગામી વર્ષમાં તેલંગણામાં સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વિપક્ષ કોંગ્રેસનું (PM Modi Target to Congress) નામ લીધા વગર ટોણો મારતા કહ્યું હતું કે, જે જે જગ્યાઓ પરથી પરિવારવાદી પાર્ટીઓ દૂર થઈ ત્યાં વિકાસના દ્વાર ખુલ્યા છે. વિકાસના અભિયાનને આગળ વધારવાની જવાબદારી તેલંગણાના સ્થાનિકોની છે.

2024માં ભાજપ તેલંગણામાં સરકાર બનાવશે,પરિવારવાદથી ચાલતી પાર્ટી કોઈનું ભલુ ન કરી શકે: PM મોદી
2024માં ભાજપ તેલંગણામાં સરકાર બનાવશે,પરિવારવાદથી ચાલતી પાર્ટી કોઈનું ભલુ ન કરી શકે: PM મોદી

By

Published : May 26, 2022, 3:41 PM IST

હૈદરાબાદ: તેલંગણાના પાટનગર હૈદરાબાદની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi in Hyderabad) રાજકીય ક્ષેત્રને લઈને વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેલંગણાનો રાજકીય પવન બદલાઈ રહ્યો છે. તેલંગણાના લોકો સારી રીતે જાણે છે કે, એમના વિકાસ અને કલ્યાણ માટે એમના માટે કોણ વધારે સારૂ છે. આવનારી ચૂંટણીમાં ભાજપ આ રાજ્યમાં મોટી સફળતા (BJP in Talangana) પ્રાપ્ત કરશે. ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસની 20મી વર્ષગાંઠમાં તેઓ ખાસ હાજરી આપવા માટે આવ્યા હતા.

2024માં ભાજપ તેલંગણામાં સરકાર બનાવશે,પરિવારવાદથી ચાલતી પાર્ટી કોઈનું ભલુ ન કરી શકે: PM મોદી

આ પણ વાંચો:ગુજરાતનું આ પોર્ટ બન્યું ડ્રગ્સ વેચાણ માટેનું નવું સરનામું

તેલુગુ ભાષાથી શરૂઆત કરી:વડાપ્રધાન મોદી હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી, ભાજપના ઓબીસી મોરચાના નેશનલ પ્રેસિડન્ટ લક્ષ્મણ અને ભાજપના સ્ટેટ પ્રેસિડન્ટ બંદી સંજય તથા ભાજપના અન્ય આગેવાનોએ મોદીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. બેગમપેટ એરપોર્ટના પરિસરમાં વડાપ્રધાન મોદીને આગમનને લઈને સ્વાગત કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ તેલંગણામાં કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત તેલુગુ ભાષાના શબ્દ પ્રયોગથી કરી હતી. તેલુગુ ભાષાથી શરૂઆત કરીને તેમણે સ્થાનિકોનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેલંગણાના લોકોને નમસ્કાર, જેમની દ્રઢતા અને નિશ્ચય માટે એક ખાસ નામથી બોલાવવામાં આવે છે.

આ પણ વાંચો:મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ રજૂ કરશે 'રિપોર્ટ કાર્ડ'

વિપક્ષ પર ચાબખા:વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ તેલંગણા આવે છે ત્યારે એમનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવે છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ તેલંગણાના સ્થાનિકોનો આવા ઉષ્માભેર સ્વાગત માટે આભાર વ્યક્ત કર્યો હતો. જોકે, વિપક્ષ પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે, પરિવારવાદથી ચાલનારી પાર્ટીઓ ક્યારેય રાજ્યનું ભલું ન કરી શકે. આ વખતે ભાજપ તેલંગણામાં સરકાર બનાવશે એ નક્કી છે. પરિવારવાદી પાર્ટીઓ માત્ર પોતાનું જ ભલું કરે છે. પરિવાર યુવાનોના સપનાઓને કચડી નાંખે છે. પરિવારવાદ પોતાની તિજોરીઓ જ ભરે છે. એ ક્યારેય કોઈ પ્રદેશનું ભલુ ન કરી શકે. પરિવારવાદને કારણે દેશની નવી પ્રતિભાઓને રાજકારણમાં કોઈ ચાન્સ મળતો નથી.

ABOUT THE AUTHOR

...view details