- બિહાર ગૌરવશાળી ભૂતકાળ અને સંસ્કૃતિની વૈશ્વિક સ્તરે અલગ ઓળખ
- બિહારે ભારતને દરેક ક્ષેત્રે આગળ વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવી
- મુખ્યપ્રધાન નીતીશ કુમાર અને વિપક્ષી નેતા તેજસ્વી યાદવે આપી શુભકામનાઓ
પટણા (બિહાર): બિહાર ગૌરવશાળી ભૂતકાળ અને મહાન સંસ્કૃતિ માટે માત્ર દેશભરમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે પણ તેની એક અલગ ઓળખ ધરાવે છે. 22 માર્ચ 1912ના રોજ, બંગાળના ભાગલાને કારણે બિહાર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. આજે 22 માર્ચે બિહારના 109માં સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને રાજ્યની જનતાને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો:અમદાવાદના સ્થાપના દિવસની અનોખી ઉજવણી
વડાપ્રધાન મોદીનું ટ્વિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે કે, રાજ્યના તમામ રહેવાસીઓને બિહાર દિવસની શુભકામનાઓ. આ રાજ્ય, તેના ગૌરવશાળી ભૂતકાળ અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે વિશેષ ઓળખ ધરાવતો આ પ્રદેશ વિકાસના નવા પરિમાણો બનાવી રહ્યું છે.