ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bhai Dooj 2021 : વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શનિવારે દિવાળીના બે દિવસ બાદ આવતા (Bhai Dooj) 'ભાઈ દૂજ' (ભાઈ બીજ) ના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. આજનો દિવસ ભાઈ બહેનના પવિત્ર સબંધને સુચવે છે. આ તકે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, "ભાઈ દૂજના શુભ અવસર પર દરેકને શુભકામનાઓ" , આ ઉપરાંત, ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના અનેક રાષ્ટ્રીય નેતાઓએ પાઠવી શુભેચ્છા.

વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છા

By

Published : Nov 6, 2021, 9:49 AM IST

  • આજે 'ભાઈ દૂજ'ના દિવસે વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા
  • આ તહેવાર ભારતના વિવિધ ભાગોમાં અલગ અલગ નામથી ઓળખાય છે
  • ભાઈ દૂજને ભાઈ-બહેનના પવિત્ર બંધનનો તહેવાર કહેવાય છે

ન્યૂઝ ડેસ્ક : આજે 'ભાઈ દૂજ' (Bhai Dooj) એટલે કે ભાઈ બીજનો તહેવાર છે, આ તકે વડાપ્રધાન મોદી (PM Narendra Modi), ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ દેશવાસીઓને ભાઈ દૂજની શુભેચ્છા પાઠવી હતી. આજના દિવસે બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ તહેવાર ભારતના વિવિધ ભાગોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. પશ્ચિમ બંગાળમાં ભાઈ ફોટા, મહારાષ્ટ્ર અને ગોવામાં ભાઈ ડીજ, નેપાળમાં ભાઈ ટીકા અને ભાઈ તિહાર તરીકે ઓળખવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા

ગૃહ પ્રધાન અમિત શાહે પાઠવી શુભેચ્છા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાઠવી શુભેચ્છા

ઘણા પ્રાચીન હિંદુ ગ્રંથોમાં, ભાઈ દૂજને ભાઈ-બહેનના બંધનની ઉજવણી તરીકે ટાંકવામાં આવી છે. આ દિવસ સાથે સંબંધિત ઘણી વાર્તાઓ છે, જેમાં બે મુખ્ય ભગવાન કૃષ્ણ અને તેમની બહેન સુભદ્રા, આ ઉપરાંત ભગવાન યમરાજ અને તેમની બહેન યમુના વિશે છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details