અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ કિડની હોસ્પિટલનું લોકાર્પણ (Pm Modi Ahmedabad Kidney hospital Inaugration) કર્યું હતું દરમિયાન તેમણે પોતાના ભષણમાં અમદાવાદમાં આવનારી સુવીધાની વાત કરતા જણાવ્યુ હતુ કે, સાડા ત્રણ વર્ષ પહેલા આ પરીસરમાં આવીને 1200 બેડની સુવિધા માટે સુપર સ્પેશ્યલિટી સુવિધાનો અવસર મળ્યો હતો. આટલા ઓછા સમયમાં મેડિસિટી કેમ્પસ (Ahmedabad medicity campus) પણ આજે તૈયાર છે. આ સાથે જ કિડનીના રોગો તથા યુ એન મહેતા સંસ્થાનો પણ વિકાસ થયો છે. આ દેશની પહેલી એવી સરકારી હોસ્પિટલ જ્યાં સાયબર નાઈફ જેવી આધુનિક ટેકનોલોજી પ્રાપ્ય હશે. જ્યારે વિકાસની ગતિ ગુજરાત જેવી તેજ હોય છે ત્યારે કામ અને પ્રાપ્યતા એટલી વધારે હોય છે. કેટલીક વાર ગણાવી મુશ્કેલ થાય છે. આવું તો ઘણું છે જે દેશમાં પહેલીવાર ગુજરાત કરી રહ્યું છે. તમામ લોકોને તથા ગુજરાતીઓને આ પ્રાપ્યતા માટે શુભેચ્છા આપું છું. વિશેષરૂપે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર સરકારની પ્રશંસા કરૂ છું. જેને મહેનતથી આ યોજનાને સફળ બનાવી. આરોગ્ય સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં એક યાત્રાની વાત કરીશ. જે જુદી જુદી બીમારીથી સ્વસ્થ થવાની વાત છે.
ગુજરાતનું નામ પહેલા ક્રમે:ડૉક્ટર નથી પણ મારે બીમારીની સારવાર કરવી પડતી હતી. 20 25 વર્ષ પહેલા ગુજરાતમાં (Gujarat medical service) બીમારીઓથી ઘેરાયેલું હતું. આરોગ્ય ક્ષેત્રે પછાતપણું. શિક્ષણમાં કુવ્યવસ્થા. વીજળીનો અભાવ, પાણીની મુશ્કેલી, તમામ જગ્યાએ અવ્યવસ્થા કુશાસન, ખરાબ કાયદો વ્યવસ્થા. મૂળ બીમારી હતી વોટબેંકની રાજનીતિ. જે વડીલો અહીં બેઠ છે. એને આ બધી વાત યાદ છે. આ સ્થિતિ હતી ગુજરાતની. સારા શિક્ષણ માટે યુવાનોને બહાર જવું પડતું. સારા ઈલાજ માટે લાંબા થવું પડતુ. ભ્રષ્ટચાર અને કાયદો વ્યવસ્થા માટે લડવું પડતું. આ બધી બીમારીને પાછળ મૂકી ગુજરાત આગળ વધી રહ્યું છે. આજે જ્યારે હાઈટેક હોસ્પિટલની વાત થાય છે ત્યારે ગુજરાતનું નામ પહેલા ક્રમે આવે છે. જ્યારે મુખ્યપ્રધાન હતો ત્યારે વારંવાર સિવિલ હોસ્પિટલ આવતો. મધ્ય પ્રદેશ, રાજસ્થાનના કેટલાક વિસ્તાર ઉપચાર માટે સિવિલમાં આવવાનું રાખતા.,
ગુજરાતને કોઈ ટક્કર મારી શકે એમ નથી:જો શિક્ષણ સંસ્થાની વાત કરવામાં આવે તો ગુજરાતને કોઈ ટક્કર મારી શકે એમ નથી. વીજળી, પાણી, કાયદો વ્યવસ્થા સુધરી ગયા છે. સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસવાળી સરકાર સતત ગુજરાતની સેવા માટે કામ કરી રહી છે. આજે અમદાવાદમાં આજે હાઈટેક મેડિસિટી અને આરોગ્યની સેવાએ મોટી ઊંચાઈ આપી છે. આ કોઈ સેવા સંસ્થા નથી. ગુજરાતની ક્ષમતાનું પ્રતિક છે. મેડિસિટીમાં સારી સારવાર મળશે. ગર્વ થાશે કે, વિશ્વની બેસ્ટ મેડિસિટી ગુજરાતમાં મળી રહી છે. મેડિકલ ટુરિઝમમાં પણ હવે વૃદ્ધિ થશે. વારંવાર સાંભળીએ છીએ કે, સ્વસ્થ શરીર માટે સ્વસ્થ મન જરૂરી છે. આ વાત સરકાર માટે લાગુ પડે છે. સરકારની નિયત સારી ન હોત તો પ્રજા માટે સંવેદના ન હોત તો આરોગ્યનો ઢાંચો પણ ખખડી જાય છે.
સર્જરીની સલાહ:ગુજરાતના લોકોએ 20 -22 વર્ષ સુધી આ પીડા સહન કરી છે. પીડામુક્તિ માટે તબીબો ત્રણ સલાહ આપે છે. પહેલા કહે છે દવાથી ઠીક થશે. પછી દવાનું સ્ટેજ ખતમ થઈ ગયું હોય તો સર્જરીની સલાહ આપે. દવા હોય કે સર્જરી તબીબો કેર કરવા માટે સલાહ આપે છે. ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા સુધારવા ત્રણ પાસા પર કામ કર્યું છે. સર્જરી-જૂની સરકારી વ્યવસ્થામાં હિંમત સાથે પૂરી શક્તિથી બદલાવ. નિષ્ક્રિયતા બેદરકારી અને ભ્રષ્ટાચાર પર કાતર મૂકવાનું કામ મારી સર્જરી છે.
દવાઃનવી વ્યવસ્થા માટે સતત પ્રયાસ, માળખું બનાવવું અને ઈનોવેશન કરવાનું, નવી હોસ્પિટલ જેવા અનેક એવા કામ અને કેર. ગુજરાત હેલ્થ સેક્ટરને સુધરાવાની બેસ્ટ વ્યવસ્થા છે. લોકોની વચ્ચે જઈને એની મુશ્કેલીઓ પારખી છે.. ગુજરાત પહેલું એવું રાજ્ય હતું કે પશુ માટે હેલ્થ કેમ્પ લગાવતું હતું. પશુની ડેન્ટલ, આઈ અને સ્કિનની સારવાર થતી હતી. જે પ્રયાસ કર્યા એ જનભાગીદારી માટે કર્યા, લોકો માટે કર્યા. કોરોના વખતે કહ્યું હતું કે, દુનિયાની સ્થિતિ જોઈને જ્યાં સુધી આપણે જન અર્થ વન મિશન લઈને કામ નહીં કરીએ તો મુશ્કેલી વધી. ઘણા એવા દેશ રહ્યા છે. જ્યાં એક વેકસિન પણ મળતી ન હતી. કારણ કે દુનિયામાં કોઈ મરવું જોઈએ. જ્યારે વ્યવસ્થા સુધરી ત્યારે ગુજરાતનું આરોગ્ય પણ સુધરી ગયું. પ્રયાસ જ્યારે સારા હોય ત્યારે પરિણામ પણ સારૂ આવે છે. બે દાયકા પહેલા આટલા મોટા રાજ્યમાં માત્ર નવ મેડિકલ કૉલેજ હતી. સસ્તા અને સારા ઉપચારની વ્યવસ્થા ઓછી હતી. આજે ગુજરાતમાં 36 મેડિકલ કૉલેજ છે. બે દાયકા પહેલા 15000 બેડ હતા. આજે બેડની સંખ્યા 60000 થઈ ગઈ છે.
ગુજરાતમાં 8500 મેડિકલ સીટ:પહેલા ગુજરાતમાં અંડરગ્રેજ્યુએટની સીટ 2200 હતી હવે ગુજરાતમાં 8500 મેડિકલ સીટ (gujarat medical seat) છે. ગુજરાતે જે શીખવ્યું એ દિલ્હી જઈ મને ખૂબ કામ કર્યું. કેન્દ્રમાં પણ કામ કર્યું આઠ વર્ષોમાં દેશના જુદા જુદા ભાગમાં 22 નવા એમ્સ આપ્યા. રાજકોટમાં પહેલી એમ્સ શરૂ થઈ છે. ગુજરાતમાં જે રીતે હેલ્થ સેક્ટરમાં કામ થઈ રહ્યું છે. એ દિવસ દૂર નથી તમામ પ્રકારના રીસર્ચમાં આખા વિશ્વમાં ડંકો વગાડશે. ડબલ એન્જિનની સરકારનું આમા ફોક્સ છે. જ્યાં સંવેદનના નથી ત્યાં સાધન ભ્રષ્ટાચારની ભેટમાં ચડી જાય છે. શરૂઆતમાં સંવેદનાનો ઉલ્લેખ કર્યો. કુશાસન અંગે પણ વાત કરી. આજે સ્થિતિ બદલી છે. આજે અમદાવાદમાં મેડિસિટી છે. દરેક જિલ્લામાં કિમોથેરાપી શરૂ કરાઈ છે. જેથી ગામના લોકોને શહેર સુધી લાંબા થવું ન પડે. ઘરની નજીકમાં જ પોતાના જ જિલ્લામાં કિમોથેરાપી મળી રહેશે. ભૂપેન્દ્રભાઈની સરકારમાં ડાયાલિસિઝી સેવા વેન સાથે શરૂ કરી છે. જેથી દર્દીના ઘરે જઈને સેવા આપી શકાય. આજે અહીં આઠ ફ્લોરના રેઈનબસેરાનું લોકાપણ થયું છે.
2019માં 1200 બેડની સુવિધા હતી:મેં કહ્યું હતું કે, હિન્દુસ્તાનના દરેક જિલ્લામાં ડાયાલિસિઝની સેવા શરૂ કરવા મોટા પાયે કામ થઈ રહ્યું છે. દર્દીના પરિવારને વધારે પીડા ન થાય એ માટેની ચિંતા ગુજરાત સરકાર કરે છે. સરકાર સંવેદનશીલ હોય છે. ત્યારે ગરીબોને ફાયદો થાય છે. પહેલા ગુજરાતમાં માતૃમૃત્યું અને શિશુમૃત્યુદર ચિંતાનો વિષય હતો. એ સરકારે નસીબ પર ઠીકરૂ ફોડ્યું. આ માટે અમારી સરકારે પોલીસી બનાવી અને લાગુ કર્યું જેના કારણે આ દર ઘટી ગયો છે. માતાનું જીવન બચી રહ્યું છે. નવજાત પણ આદુનિયામાં આંખ ખોલી રહ્યું છે. બેટી બચાવો, બેટી પઢાવોથી છોકરા કરતા છોકરીઓની સંખ્યા વધી છે. ખિલખિલાટ અને ચિરંજીવી યોજના જવાબદાર છે. આ પ્રયાસથી મોટું માર્ગદર્શન મળી રહ્યું છે. સરકારી યોજના ગરીબોની ચિંતા ઘટાડી રહી છે. શિક્ષણ અને આરોગ્ય એવા ક્ષેત્ર છે જે ભવિષ્યની દિશા નક્કી કરે છે. 2019માં 1200 બેડની સુવિધા હતી. પછી આ જ હોસ્પિટલ સૌથી મોટું સેન્ટર બની ગયું. આ હોસ્પિટલે કેટલાયના જીવન બચાવ્યા છે. એસવીપીની શરૂઆત થઈ. આ હોસ્પિટલે પણ કોરોના સામે લડત આપી છે. જો મેડિકલ આંતરમાળખું ન હોત તો કેટલી મુશ્કેલ પડત. વર્તમાનને સુધારીને ભવિષ્યને સુરક્ષિત રાખવાનું છે. આરોગ્ય ક્ષેત્રને વધું ઊંચાઈ પર લઈ જઈશું.