ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળના પલક્કડમાં વડાપ્રધાન મોદીએ રેલીને કરી સંબોધિત

વડાપ્રધાન મોદીએ કેરળના પલક્કડમાં રેલીને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં વડાપ્રધાને LDF અને UDF પર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું કે, સ્પષ્ટ છે કે UDF અને LDFના બે ઉદ્દેશો છે, વોટ બેન્કની રાજનીતિ આગળ ધપાવવી અને ખિસ્સા ભરવા.

By

Published : Mar 30, 2021, 1:03 PM IST

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

  • કેરળના પલક્કડમાં વડાપ્રધાન મોદીએ રેલીને કરી સંબોધિત
  • કૃષિના વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે
  • કૃષિના વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે BJP સરકાર

કેરળ: વડાપ્રધાન મોદીએ કેરળના પલક્કડમાં વિધાનસભા ચૂંટણીમાં સમર્થન મેળવવા માટે આજે ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે તેના સંબોધન દરમિયાન LDF (લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ) અને UDF (યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) પર નિશાન સાધ્યું હતું

કેરળના પલક્કડમાં વડાપ્રધાન મોદીએ રેલીને કરી સંબોધિત

તેમણે કહ્યું કે, કેરળના રાજકારણમાં વર્ષો સુધી રાખવામાં આવેલું સૌથી ખરાબ રહસ્ય એ UDF અને LDF વચ્ચેનો મૈત્રીપૂર્ણ કરાર હતો. પ્રથમ વખત મતદાન કરનાર યુવા પૂછે છે કે, આ મેચ ફિક્સિંગ શું છે? એક 5 વર્ષ લૂંટે છે અને બીજો 5 વર્ષ લૂંટે છે. લોકો જોઈ રહ્યા છે કે, કેવી રીતે UDF અને LDF લોકોને ગેરમાર્ગે દોરે છે.

આ પણ વાંચો: થાઈલેન્ડમાં 'સ્વાસ્દી મોદી' કાર્યક્રમમાં PMએ કર્યુ સંબોધન

કૃષિના વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે BJP સરકાર

વડાપ્રધાન મોદીએ કહ્યું, અમારી સરકાર કૃષિના વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. ઘણા વર્ષોથી સરકારોએ MSP (મિનિમમ સપોર્ટ પ્રાઈઝ) વધારવાનું વચન આપ્યું હતું પરંતુ અમારી સરકારને ખેડૂતો માટે MSP વધારવાનું સન્માન મળ્યું.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આજે પોંડિચેરીમાં રેલીને સંબોધન કરશે

વડાપ્રધાને LDF અને UDF પર નિશાન સાધ્યું

તેમણે કહ્યું કે, NDA સરકાર તબીબી અને તકનીકી શિક્ષણને સ્થાનિક ભાષામાં પણ ઉપલબ્ધ બનાવવા માટે કામ કરી રહી છે. NDA સામાજિક ન્યાયને આગળ વધારવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે, અમારું લક્ષ્ય સમાવિષ્ટ વિકાસ છે. કેરળ અને પર્યટનનો નજીકનો સંબંધ છે, તે દુ:ખદ છે કે, UDF અને LDFએ અહીં પર્યટન માળખાગત સુવિધા સુધારવા માટે વધારે કામ કર્યું ન હતું.

ABOUT THE AUTHOR

...view details