ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Punjab Assembly Election 2022 : આજે જલંધરમાં વડાપ્રધાન મોદીની રેલી, ખેડૂતો કરશે બહિષ્કાર - ADDRESS RALLY IN JALANDHAR PUNJAB

વડાપ્રધાન મોદી આજે સોમવારે ચૂંટણીને (Punjab Assembly Election 2022) લઈને પંજાબના જલંધર ખાતે રેલીમાં હાજરી (PM Modi rally in Jalandhar) આપશે. વડાપ્રધાનનો જલંધર, પઠાણકોટ અને અબોહરમાં સતત 3 દિવસ રેલીનો કાર્યક્રમ છે.

Punjab Assembly Election 2022 : આજે જલંધરમાં વડાપ્રધાન મોદીની રેલી, ખેડૂતો કરશે બહિષ્કાર
Punjab Assembly Election 2022 : આજે જલંધરમાં વડાપ્રધાન મોદીની રેલી, ખેડૂતો કરશે બહિષ્કાર

By

Published : Feb 14, 2022, 7:25 AM IST

ચંદીગઢ :પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 (Punjab Assembly Election 2022) માટે બસ થોડો જ સમય બાકી રહ્યો છે. આ સંબંધમાં વડાપ્રધાન મોદી આજે સોમવારે જલંધરમાં એક રેલીને સંબોધિત કરશે (PM Modi rally in Jalandhar). ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનનો જલંધર, પઠાણકોટ અને અબોહરમાં સતત 3 દિવસ રેલીનો કાર્યક્રમ છે.

આ પણ વાંચો:Modi in Bhatinda: CMનો આભાર કે હું જીવતો પરત ફરી શક્યો', શું ચૂંટણીમાં પણ વડાપ્રધાનનું નિવેદન મુદ્દો બનશે?

ખેડૂતો વડાપ્રધાનની રેલીનો બહિષ્કાર કરશે

મળતી માહિતી મુજબ, પંજાબમાં વડાપ્રધાન મોદીની ચૂંટણી રેલીઓ (ADDRESS RALLY IN JALANDHAR PUNJAB) દ્વારા માલવા, દોઆબા અને માઝાના ત્રણેય વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ સાથે જ, ખેડૂતોએ વડાપ્રધાનની રેલીનો બહિષ્કાર કરવાનું મન બનાવી રાખ્યું છે.

વડાપ્રધાને હેલિકોપ્ટર દ્વારા પંજાબની મુલાકાત લેવી જોઈએ

કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ શુક્રવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાને હેલિકોપ્ટર અથવા પ્લેન દ્વારા પંજાબની મુલાકાત લેવી જોઈએ, કારણ કે જો તેઓ રાજ્યમાં સડક દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરશે તો તેમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, રાજ્યની જનતાએ ભૂલી નથી કે તેઓએ એક વર્ષથી વધુ સમય રસ્તાઓ પર વિતાવ્યો છે.

પંજાબીઓને એક વર્ષ સુધી રસ્તા પર રાખ્યા

બિટ્ટુએ કહ્યું કે, તેમનું સ્વાગત છે, અમે લોકોને વડાપ્રધાનની વાત સાંભળવા કહ્યું છે, તેઓએ હવાઈ માર્ગે આવવું જોઈએ. તેઓને હજુ પણ રસ્તામાં સમસ્યા થઈ શકે છે, કારણ કે તેઓએ પંજાબીઓને એક વર્ષથી વધુ સમય સુધી રસ્તા પર રાખ્યા છે, તેઓ કેવી રીતે ભૂલી જશે ? વિરોધ દરમિયાન 700થી વધુ ખેડૂતોના મોત થયા હતા.

આ પણ વાંચો:Punjab Assembly Election 2022 : ભગવંત માન પંજાબમાં CMનો ચહેરો નહીં બને, કેજરીવાલે કહ્યું- "જનતા નક્કી કરશે"

વડાપ્રધાન મોદી 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટક્યા

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને વડાપ્રધાન મોદી પંજાબના ફિરોઝપુર જતા કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તો રોક્યો હતો, જેના કારણે વડાપ્રધાન 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. 12 જાન્યુઆરીના રોજ ગૃહ મંત્રાલયે સુરક્ષામાં ખામીની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી અને તેને વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ખામી ગણાવી હતી.

સુરક્ષામાં ખામી અંગે કેન્દ્ર અને પંજાબ સરકારની અલગ-અલગ તપાસ

સુરક્ષામાં ખામી બાદ કેન્દ્ર અને પંજાબ સરકારે અલગ-અલગ તપાસ શરૂ કરી હતી. પંજાબે નિવૃત્ત જસ્ટિસ મહેતાબ સિંઘ ગિલ અને ગૃહ સચિવ અનુરાગ વર્માની બનેલી એક સમિતિની રચના કરી હતી, જ્યારે કેન્દ્રએ પણ ઈન્ટેલિજન્સ બ્યુરો અને એસપીજી અધિકારીઓની સાથે સુરક્ષા સચિવની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરી હતી અને સેન્ટ્રલ કમિટીએ તપાસ શરૂ કરી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details