વોશિંગ્ટન : વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતને લઈને અમેરિકાવાસીઓ સહિત શાસકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. પેન્ટાગોને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મહિને અમેરિકાની મુલાકાત દ્વિપક્ષીય સંબંધો માટે નવો માપદંડ સ્થાપિત કરશે. સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ અને ભારતના સ્વદેશી લશ્કરી થાણાને પ્રોત્સાહન આપવા માટે આ મુલાકાત દરમિયાન મોટી જાહેરાતો થવાની સંભાવના છે. રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેનના આમંત્રણ પર વડાપ્રધાન મોદી આ મહિને અમેરિકાની રાજકીય મુલાકાત લેશે.
PM મોદી ડિનરમાં હાજરી આપશે : PM મોદી 21 જૂને અમેરિકા પહોંચશે. તેઓ ચાર દિવસ અમેરિકામાં રહેશે. યુએસ પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડી 22 જૂને મોદીને સ્ટેટ ડિનર માટે હોસ્ટ કરશે. ઈન્ડો-પેસિફિક સિક્યોરિટી અફેર્સ માટે આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ ડિફેન્સ એલી રેટનરે ગુરુવારે સેન્ટર ફોર ન્યૂ અમેરિકન સિક્યુરિટી ખાતે પેનલ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, આ મુલાકાત યુએસ-ભારત સંબંધો માટે નવા માપદંડો સ્થાપિત કરશે.
જાપાન ટુ પ્લસ ટુ બેઠકની જેમ મુલાકાત : એલી રેટનરે કહ્યું કે, મને લાગે છે કે આ મુલાકાત વર્ષની શરૂઆતમાં જાપાન ટુ પ્લસ ટુ મીટિંગ જેટલી જ મહત્વપૂર્ણ છે. લોકો વડાપ્રધાન મોદીની આ મુલાકાતને અમેરિકા-ભારત સંબંધો માટે વાસ્તવિક સ્પ્રિંગ બોર્ડ તરીકે જોશે. રેટનરે કહ્યું કે અમેરિકી સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ, વિશેષ કરારો અને પહેલોને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. ઓસ્ટિનની મુલાકાતે પીએમ મોદીની વોશિંગ્ટન મુલાકાત માટે મેદાન તૈયાર કર્યું છે.
મોદીની પ્રાથમિકતા સૈન્ય આધુનિકીકરણ :એલી રેટનરે કહ્યું કે, આ મુલાકાતની પ્રાથમિકતાઓમાંની એક સંરક્ષણ ક્ષેત્રે અમેરિકા અને ભારત વચ્ચે સહ-વિકાસ અને સહ-ઉત્પાદનના પ્રશ્નો પર વિચાર કરવાનો છે. ભારતના સ્વદેશી સંરક્ષણ ઔદ્યોગિક આધારને મજબૂત કરવાની સાથે, સૈન્ય આધુનિકીકરણને આગળ વધારવું એ વડાપ્રધાન મોદીની પ્રાથમિકતા છે. તેમજ યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને તેમના ભારતીય સમકક્ષ અજીત ડોભાલે પણ જાન્યુઆરીમાં આ અંગે ચર્ચા કરી હતી.
ઐતિહાસિક-મહત્વની જાહેરાતો કરશે :રેટનરે કહ્યું કે, બંને દેશો ટેક્નોલોજી સહયોગ વધારવા સંમત થયા છે. ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET), ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં, એક મહત્વપૂર્ણ ઘટક છે. જેના પર બંને દેશો આગળ વધવા માંગે છે. હું જાણું છું કે ભૂતકાળમાં આના પર પ્રયાસો કરવામાં આવ્યા છે. જે અસરકારક સાબિત થઈ ન હતી. આ વખતે કોઈ વાસ્તવિક સમજૂતી થશે કે કેમ તે અંગે કેટલીકવાર શંકા હોય છે. મારો જવાબ છે, મને લાગે છે કે, બધા ચિહ્નો હકારાત્મક છે. પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ સંબંધિત વિશેષ પ્રોજેક્ટ્સના સંદર્ભમાં કેટલીક મોટી, ઐતિહાસિક અને મહત્વની જાહેરાતો કરવા જઈ રહ્યા છે.
- Pm Modi: બાયડેન ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ પર પીએમ મોદી સાથે ચર્ચા કરશેઃ વ્હાઇટ હાઉસ
- PM Modi: અમેરિકી સંસદની સંયુક્ત બેઠકને ફરીથી સંબોધિત કરવા માટે ઉત્સાહિત છું: PM મોદી
- PM Modi Degree Controversy: પીએમ મોદી ડિગ્રી કેસમાં કેજરીવાલને 13 જુલાઈએ હાજર રહેવા ફરમાન