નવી દિલ્હી/દાવોસ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની (World Economic Forums Davos) ઑનલાઇન આયોજિત દાવોસ એજન્ડા સમિટને (PM Modi to deliver special address) પ્રથમ દિવસે સંબોધિત કરશે. આ પાંચ દિવસીય સમિટ 17 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે, જેમાં અન્ય વૈશ્વિક નેતાઓ પણ 2022 માટે વિશ્વ માટે તેમના વિઝનને શેર કરશે.
કાર્યક્રમની થીમ 'વિશ્વની પરિસ્થિતી'
WEFએ (PM Modi World Economic Forums) કોરોના મહામારીને કારણે વાર્ષિક મીટિંગની સીધી હોલ્ડિંગ રદ્દ કરવી પડી હતી. 'દાવોસ એજન્ડા' સમિટનું (WEFs Davos Agenda) સતત બીજી વખત ડિજિટલ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. 2022ની વાર્ષિક બેઠક આ વર્ષના અંતમાં યોજાઈ શકે છે. ઇવેન્ટની જાહેરાત કરતાં WEFએ જણાવ્યું કે, 'ડેવોસ એજન્ડા 2022'એ પહેલું વૈશ્વિક મંચ હશે. જ્યાં વિશ્વભરના મહત્વના નેતાઓ 2022 માટે તેમના વિઝન શેર કરશે. આ કાર્યક્રમની થીમ 'વિશ્વની પરિસ્થિતી' છે.