- વડાપ્રધાન પોતાના મંત્રીમંડળનું કરી શકે છે વિસ્તરણ
- પાર્ટીના નવા ચહેરાઓની કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા
- સિંધિયા, ફડણવીસ, અનિપ્રિયા જેવા નેતા કેબિનેટમાં સામેલ થવા લાઈનમાં ઉભા છે
નવી દિલ્હીઃ આમ જોઈએ તો પીએમઓ (PMO) દર વર્ષે પોતાના દરેક મંત્રાલયોનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરે છે અને તેના આધારે આ મંત્રાલયોના ઈન્ટરનલ રેન્કિંગ પણ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 10 દિવસોથી સૂત્રોની માનીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે તમામ મંત્રાલયોની સમીક્ષા કરી રહ્યા છે અને આમાં તેમનો સાથ ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડી પણ આપી રહ્યા છે.
આ પણ વાંચો-લોક જનશક્તિ પાર્ટીના 5 લોકસભા સાંસદે કર્યો બળવો, JDUમાં સામેલ થવાની સંભાવના
નાના મોટા મંત્રાલયોની કરવામાં આવી રહી છે સમીક્ષા
સૂત્રોનું માનીએ તો તમામ નાના મોટા મંત્રાલયોની સમક્ષી કરવામાં આવી રહી છે. તેના અનુસાર જ કેબિનેટનું વિસ્તરણ થશે, જેમાં એ પણ ખબર મળી રહી છે કે, અત્યાર સુધી કૃષિ, ગ્રામીણ વિકાસ મંત્રાલય, કોલસા અને ખાણકામ, પેટ્રોલિયમ અને શહેરી વિકાસ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન, રેલવે, સંસ્કૃતિ, પર્યટન, જનજાતિ કાર્ય મંત્રાલય, મત્સ્ય પાલન-પશુપાલન અને ડેરી મંત્રાલય, પર્યાવરણ રસ્તા અને પરિવહન સ્કિલ ડેવલપમેન્ટ અને ઉત્તર પૂર્વીય વિકાસ મંત્રાલયની સમીક્ષા કરાઈ ચૂકી છે.