ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવું ભારત બનાવવા માટે મોદી-યોગીએ લીધો સંકલ્પ, એક ફોટોએ વધારી ચર્ચા

કહેવાય છે કે એક તસવીર હાજર શબ્દની ગરજ સારે છે અને આવી જ એક તસવીર યુપીના મુખ્યપ્રધાન યોગીએ શેર કરી જેણે ચર્ચાનું બજાર ગરમ કર્યું (deep political message) છે.

નવું ભારત બનાવવા માટે મોદી-યોગીએ લીધો સંકલ્પ
નવું ભારત બનાવવા માટે મોદી-યોગીએ લીધો સંકલ્પ

By

Published : Nov 21, 2021, 5:45 PM IST

  • યુપીના પ્રવાસે છે વડાપ્રધાન મોદી
  • વડાપ્રધાનની તસવીર થઇ રહી છે વાઇરલ
  • રાજકિય પંડિતો લગાવી રહ્યાં છે કયાસ

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 56માં DGP/IGP સંમ્મેલન(56th DGP/IGP Conference)માં ભાગ લેવા માટે બે દિવસના પ્રવાસે છે ત્યારે સીએમ યોગી આદિત્યનાથએ(CM Yogi Adityanath) ટ્વિટર પર આ સમ્મેલનની તસવીર શેર(Share photos with PM Modi) કરી હતી જેના અનેક રાજનીતિક ચર્ચાઓ (deep political message) વધી છે

સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે તસવીર

આ તસવીરમાં વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન યોગીમા ખંભા પર હાથ રાખીને ફરી રહ્યાં છે. બંને કોઇ ગંભીર વિષય પર ચર્ચાઓ કરી રહ્યાં હોય તેવું દેખાઇ રહ્યાં છે. આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. મુખ્યપ્રધાન સીએમ યોગીએ એક કવિતા પણ પોસ્ટ કરી છે. જેના પણ અનેક રાજકિય અર્થ પંડિતો કાઢી રહ્યાં છે. કેટલાક રાજકિય પંડિતોનું માનવું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોદી અને યોગીની જોડી જ યૂપીમાં ભાજપનો ચહેરો બનશે અને યોગી ફક્ત મુખ્યપ્રધાન તરીકે નહીં પણ યુપીમાં મોદીના વિશ્વાસ પાત્ર પણ છે.

અખિલેશ યાદવે માર્યો ટોણો

સીએમ યોગી આદિત્યનાથ અને વડાપ્રધાનની આ તસવીર વાઇરલ થતા સપા પ્રમુખ અખિલેશ યાદવએ ટ્વિટ કરીને ટોણો માર્યો હતો. અખિલેશએ લખ્યું હતું કે મન વગર જ ખંભા પર હાથ રાખવો પડ્યો, થોડા ડગલા સાથે ચાલવું પડ્યું .

આ પણ વાંચો :વડાપ્રધાન મોદીએ 'મહારાણી લક્ષ્મીબાઇ' ની જન્મીજયંતી પર પ્રતિમાનું કર્યું અનાવરણ

આ પણ વાંચો :repeal farm law: અરવિંદ કુમાર શર્માના રિપોર્ટ પર વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદાને પાછો ખેંચવાનો લીધો નિર્ણય

ABOUT THE AUTHOR

...view details