- આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ ટ્વિટ દ્વારા આપી માહિતી
- આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીનો માન્યો આભાર
- સંપર્કમાં આવેલા લોકો તપાસ કરાવી લે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ 19થી સંક્રમિત થયેલા આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝને જલ્દીથી સ્વસ્થ થવાંની શુભેચ્છા પાઠવી છે.
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ ટ્વિટ દ્વારા આપી માહિતી
તેઓએ તેમના ટ્વિટમાં લખ્યું કે, 'કોવિડ 19ના સંક્રમણથી જલ્દીથી સ્વસ્થ થવાં માટે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝને મારી શુભકામનાઓ' ફર્નાન્ડીઝે શુક્રવારના રોજ મોડી રાત્રે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેઓ કોરોનાથી સંક્રમિત થયાં છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને જલ્દીથી કોરોના મુક્ત થવાંની શુભેચ્છા પાઠવી
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીનો માન્યો આભાર
રાષ્ટ્રપતિ ફર્નાન્ડીઝે 21 જાન્યુઆરીના રોજ રશિયન કોવિડ રસી સ્પુતનિક-વીનો ડોઝ લીધો હતો અને નિર્ધારિત સમયગાળા મુજબ બીજો ડોઝ પણ લીધો હતો. તો બીજી તરફ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના બદલ આભાર માન્યો છે.