- વડાપ્રધાન મોદી લાલ કૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા
- તેમની સાથે અમિત શાહ, રાજનાથ સિંહ પણ આવ્યા
- કેક કાપીને તેમજ સાથે વાતો કરીને શુભેચ્છાઓ પાઠવી
ન્યૂઝ ડેસ્ક: 8 નવેમ્બરના 1927ના રોજ અવિભાજિત ભારતના સિંધ પ્રાંતમાં જન્મેલા અને ભારતમાં સતત 50 વર્ષ સુધી ટોચના નેતા એવા લાલ કૃષ્ણ અડવાણીનો આજે 95મો જન્મદિવસ છે. ત્યારે તે નિમિત્તે વડાપ્રધાન મોદી સહિતના ટોચના નેતાઓ આજે તેમને મળીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
શરૂઆતી જીવન
કરાચીમાં શાળા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લાલ કૃષ્ણ અડવાણીએ સિંધ પ્રાંતની એક કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. જે દરમિયાન દેશના ભાગલા પડતા તેમનો પરિવાર મુંબઈ આવી ગયો હતો. જ્યાં તેમણે કાયદાની ડિગ્રી મેળવી હતી. લાલ કૃષ્ણ 14 વર્ષની ઉંમરે વર્ષ 1951માં સંઘ સાથે જોડાયા હતા. જ્યારબાદ તેઓ 1977માં જનતા દળ અને ત્યારબાદ 1980થી ભાજપ સાથે જોડાયેલા છે.
આધુનિક ભારતમાં હિન્દુત્વની રાજનીતિનો પ્રયોગ
1980માં ભાજપ સાથે જોડાયા બાદ લાલ કૃષ્ણ અડવાણીએ આધુનિક ભારતમાં હિન્દુત્વની રાજનીતિનો પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગ એટલી હદે સફળ રહ્યો છે કે, વર્ષમાં 1984માં લોકસભાની સીટો મેળવનારી ભાજપ 2019માં 303 સીટો મેળવી ચૂકી છે.