નવી દિલ્હી: આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું (25th National Youth Festival 2022) વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day begins today) આજે બુધવારથી શરૂ થશે.
કોરોના સંક્રમણનાકારણે આયોજન ઓનલાઈન
યુવા કામ બાબતોના સચિવ ઉષા શર્માએ જણાવ્યું હતું કે, આ ઉત્સવ દ્વારા ભારતના યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. કોરોના સંક્રમણના વધતા જતા કેસોને કારણે તેનું આયોજન ઓનલાઈન કરવામાં આવી રહ્યું છે.
ઉદ્ઘાટન પછી રાષ્ટ્રીય યુવા પરિષદ થશે
ઉદ્ઘાટન પછી રાષ્ટ્રીય યુવા પરિષદ થશે જેમાં યુવાનોને જળવાયુ પરિવર્તન, ટેકનોલોજી, નવી પહેલ, રાષ્ટ્ર નિર્માણ જેવા સમકાલીન મુદ્દાઓ પર બોલવાની તક મળશે.