- કેદારનાથમાં શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું PM મોદીએ
- શંકરાચાર્યની પ્રતિમા 35 ટન વજન ધરાવતી પ્રતિમા બનાવવામાં આવી છે
- વડાપ્રધાન કેદારનાથમાં 400 કરોડથી વધુ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે કેદારનાથ પહોંચ્યા બાદ સૌથી પહેલા બાબા કેદારની પૂજા કરી હતી. આ પછી પીએમ મોદી કેદાર ઘાટીમાં પુનઃનિર્માણ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમ યોજવાનો છે. આ સાથે આજે પીએમ મોદી આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.
કેદારનાથમાં શંકરાચાર્યની 12 ફૂટ લાંબી અને 35 ટન વજન ધરાવતી પ્રતિમા બનાવવામાં આવી છે. આ સિવાય વડાપ્રધાન 2013માં સર્જાયેલી આપત્તિમાં ક્ષતિગ્રસ્ત થયેલ શંકરાચાર્યના સમાધિ સ્થળનું પણ લોકાર્પણ કરશે. બાબા કેદારનાથના દર્શન કરવાની સાથે સાથે વડાપ્રધાન કેદારનાથમાં 400 કરોડથી વધુ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી આદિ શંકરાચાર્યની જે પ્રતિમાનું અનાવરણ કરવાના છે, તેની વિશેષતાઓ...
આદિ શંકરાચાર્યની પ્રતિમાની વિશેષતાઓ
1. પ્રતિમાના નિર્માણ માટે મૂર્તિકારો દ્વારા કુલ 18 જેટલા મોડલ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમાંથી આ મોડલની પસંદગી કરવામાં આવી છે.
2. વડાપ્રધાનની સહમતિ બાદ આ મોડલની પસંદગી કરવામાં આવી છે.
3. કર્ણાટકના મૈસૂરના મૂર્તિકાર અરૂણ યોગીરાજે આ મૂર્તિ બનાવી છે. MBA સુધીનો અભ્યાસ કરનાર અરૂણની 5 પેઢીઓ આ કાર્ય સાથે સંકળાયેલી છે.