- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે વીડિયો કોન્ફરન્સથી હિમાચલ પ્રદેશના લોકો સાથે સંવાદ કરશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) હિમાચલ પ્રદેશના આરોગ્યકર્મીઓ અને કોરોના રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
- હિમાચલ પ્રદેશમાં તમામ લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ સફળતાપૂર્વક લાગી ગયો છે
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં કોરોનાની સ્થિતિ કાબુમાં છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (6 સપ્ટેમ્બરે) વીડિયો કોન્ફરન્સથી હિમાચલ પ્રદેશના આરોગ્યકર્મીઓ અને કોરોના રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો-વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા નંબર વન નેતા, જૂઓ અપ્રૂવલ રેટિંગ લીસ્ટ
રાજ્ય સરકારના પ્રયાસો ખૂબ જ સારા રહ્યા
હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી તમામ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ મળી ગયો છે. વડાપ્રધાન કાર્યાલયે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોમાં ભૌગોલિક પ્રાથમિકતા, જનજાગૃતિ સુનિશ્ચિત કરવા માટે પહેલ અને આશા કાર્યકર્તાઓ દ્વારા ઘરેઘરે કરવામાં આવેલી મુલાકાત તથા અન્ય સામેલ છે. આમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલાઓ, વડીલો, દિવ્યાંગજનો, ઔદ્યોગિક શ્રમિકો, દિહાડી મજૂરો સહિત પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તથા આ માઈલસ્ટોનને પ્રાપ્ત કરવા માટે 'સુરક્ષાની યુક્તિ-કોરોનાથી મુક્તિ' જેવું વિશેષ અભિયાન પણ ચલાવ્યું હતું.
આ પણ વાંચો-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ દેશને પાઠવી શિક્ષક દીનની શુભેચ્છા
હિમાચલ પહેલું એવું રાજ્ય બન્યું, જ્યાં 100 ટકા લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે
આ કાર્યક્રમ દરમિયાન હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત રહેશે. હિમાચલ પ્રદેશ ભારતનું પહેલું રાજ્ય બન્યું છે, જેણે 100 ટકા પુખ્ત લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપી દીધો છે. આ ઉપલબ્ધી અંગે સંતોષ વ્યક્ત કરતા રાજ્યના આરોગ્ય પ્રધાને 29 ઓગસ્ટે કહ્યું હતું કે, 100 ટકા વસતીને બીજો ડોઝ 30 નવેમ્બર સુધી આપી દેવાશે. ભારતના અડધાથી વધુ પુખ્ત વયના લોકોને કોરોનાની રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ગયો છે અને 16 ટકા લોકોએ કોરોનાની રસીના 2 ડોઝ લઈ લીધા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશભરમાં આપવામાં આવેલા ડોઝની સંચયી સંખ્યા 67 કરોડથી વધુ થઈ ગઈ છે.