- ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાથીઉજ્જવલા યોજનાનું કરાશે લોકાર્પણ
- ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ઓનલાઇન પ્રમાણપત્ર
- વડાપ્રધાન ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે
લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર, 10 ઓગસ્ટના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના મહોબા જિલ્લામાંથી 'વડાપ્રધાન ઉજ્જવલા યોજના'ના બીજા તબક્કા (ઉજ્જવલા 2.0) નું લોકાર્પણ કરશે. પીએમના આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath) પણ ભાગ લેશે. એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે, વડાપ્રધાન ઉજ્જવલા 2.0 ના 10 લાભાર્થીઓને ઓનલાઇન પ્રમાણપત્ર આપશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.
આ પણ વાંચો:આનંદોઃ ઉજ્જવલા યોજનાના હેઠળ હવે સપ્ટેમ્બર સુધી મફત 3 ગેસ સિલિન્ડર મળશે
પ્રથમ તબક્કામાં વંચિત રહેલાને બીજા તબક્કામાં લાભ મળશે
'વડાપ્રધાન ઉજ્જવલા યોજના'ના પ્રથમ તબક્કામાં રાજ્યના ગરીબ પરિવારોને કુલ 1 કરોડ 47 લાખ 43 હજાર 862 એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં જે ગરીબ પરિવારો આ યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહી ગયા હતા, તેમને બીજા તબક્કામાં લાભ મળશે. ઉજ્જવલા 2.0 ના લાભાર્થીઓને ડિપોઝિટ ફ્રી એલપીજી કનેક્શન સાથે પ્રથમ રિફિલ અને હોટપ્લેટ મફત આપવામાં આવશે. તેમજ ન્યૂનતમ કાગળની જરૂર પડશે. ઉજ્જવલા 2.0 માં લોકોને રેશનકાર્ડ કે એડ્રેસ પ્રૂફ જમા કરાવવાની જરૂર રહેશે નહીં.