ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી 27 સપ્ટેમ્બરે 'પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન' શરૂ કરશે, થશે મોટો ફાયદો - Digital Health ID

હેલ્થ મિશનને હવે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (National Digital Health Mission)તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે હવે વડાપ્રધાન મોદી (PM Modi) 27 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનના નામે શુભારંભ કરશે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ મિશન અંતર્ગત લોકોને ડિજિટલ હેલ્થ ID આપવામાં આવશે.

Prime Minister Digital Health Mission launch on September 27
Prime Minister Digital Health Mission launch on September 27

By

Published : Sep 26, 2021, 4:26 PM IST

  • 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન દ્વારા આ મિશન શરૂ કરાશે
  • વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ માહિતી આપી
  • નાગરીકોને આરોગ્યને લઈને થશે મોટો ફાયદો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બર સોમવારે પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન(Prime Minister Digital Health Mission)ની શરૂઆત કરશે, વડાપ્રધાન મોદી(PM Modi) એ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં નાગરિકોને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓને ડિજિટલાઇઝ કરવાનો છે. આ યોજનાના અમલ બાદ સમગ્ર દેશમાં ડિજિટલ હેલ્થ સિસ્ટમ (Digital health system) તૈયાર કરી શકાશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, આ સિસ્ટમ તૈયાર થયા બાદ નાગરિકો વધુ સારી અને ઝડપી આરોગ્ય સુવિધાઓ મેળવી શકશે.

27 મી સપ્ટેમ્બરે કરાશે આરંભ

આ હેલ્થ મિશનને હવે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે હવે વડાપ્રધાન મોદી 27 મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનના નામે શુભારંભ કરશે. આ બાબતે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું હતું કે, આ મિશન હેઠળ લોકોને ડિજિટલ હેલ્થ ID પણ આપવામાં આવશે.

ડિજિટલ હેલ્થ મિશન કેવી રીતે કરશે કામ ?

મળતી માહિતી અનુસાર, આ યોજનામાં દેશના તમામ નાગરિકો માટે એક યુનિટ હેલ્થ ID તૈયાર કરવામાં આવશે. આ IDમાં તે વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે સંપૂર્ણ માહિતી હશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ID બનાવવા માટે વ્યક્તિનો આધાર નંબર અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવશે. આ IDમાં વ્યક્તિને પહેલા ક્યાં સારવાર મળી અને તેને કઈ બીમારીઓ હતી, તેની તમામ માહિતી હશે.

યોજનામાં થશે આ લાભ

પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આનાથી દર્દીઓને જ નહીં, પરંતુ ડોક્ટર્સ અને સંશોધકોને પણ ફાયદો થશે. ડિજિટલ હોવાને કારણે, કાગળની કાર્યવાહીમાંથી છુટકારો મળશે અને ડોક્ટર પણ સારી રીતે સમજી શકશે કે દર્દીને ભૂતકાળમાં ક્યો રોગ હતો અને આગળ શું પગલા લેવા.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details