- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (સોમવારે) ભારતીય અંતરિક્ષ સંઘ (ISPA)નો પ્રારંભ કરશે
- ISPA અંતરિક્ષ અને ઉપગ્રહ કંપનીઓનું પ્રમુખ ઉદ્યોગ સંઘ છે, જે ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનો સામૂહિક અવાજ બનવાની મહત્વાકાંક્ષા રાખે છે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અંતરિક્ષ ઉદ્યોગના પ્રતિનિધિઓની સાથે સંવાદ પણ કરશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA) નું લોકાર્પણ કર્યું હતું. આ બાદ, 'ઇન્ડિયન સ્પેસ એસોસિએશન લોન્ચ' કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતમાં ક્યારેય આવી નિર્ણાયક સરકાર રહી નથી. સ્પેસ સેક્ટર અને સ્પેસ ટેકનોલોજીને લઈને આજે ભારતમાં જે સુધારા થઈ રહ્યા છે તે આની એક કડી છે. હું ઇન્ડિયન સ્પેસ એસોસિએશનની રચના માટે અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું.
ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનો સામૂહિક અવાજ
વડાપ્રધાને કહ્યું કે, આજે દેશના બે મહાન પુત્રો, ભારત રત્ન જય પ્રકાશ નારાયણ જી અને ભારત રત્ન નાનાજી દેશમુખની પણ જન્મજયંતિ છે. આ બન્ને મહાન વ્યક્તિઓએ આઝાદી પછીના ભારતને દિશા આપવામાં મોટી ભૂમિકા ભજવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (સોમવારે) ભારતીય અંતરિક્ષ સંઘ (ISPA)નો પ્રારંભ કરશે. ISPA અંતરિક્ષ અને ઉપગ્રહ કંપનીઓનું પ્રમુખ ઉદ્યોગ સંઘ છે, જે ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનો સામૂહિક અવાજ બનવાની મહત્વાકાંક્ષા રાખે છે.
આ પણ વાંચોઃમોદી જોખમ લઇને નિર્ણય લેવા વાળા વડાપ્રધાન છે: અમિત શાહ