- વડાપ્રધાન મોદી આજે 15 જુલાઇએ વારાણસીની મુલાકાતે
- વડાપ્રધાન મોદી આજે રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરનું ઉદ્ધાટન કરશે
- રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર જાપાન અને ભારતની મિત્રતાનું પ્રતીક
વારાણસી (ઉત્તરપ્રદેશ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઇએ તેમની એક દિવસીય મુલાકાતે વારાણસી પહોંચશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન વારાણસીને 1,500 કરોડથી વધુની યોજના ભેટ કરશે. આ બધામાં સૌથી અગત્યની ભેટ દેશ માટે વારાણસીમાં બનાવવામાં આવેલું રુદ્રાક્ષ કન્વેશન સેંટર (Rudraksh International Cooperation Convention Centre) છે.
ભારત અને જાપાન વચ્ચેની મિત્રતા ખૂબ જ જૂની
આ કન્વેશન સેંટર જે જાપાન-ભારતની મિત્રતાને એક અલગ ઓળખ આપી રહ્યું છે. જોકે, ભારત અને જાપાન વચ્ચેની મિત્રતા ખૂબ જ જૂની છે. પરંતુ કાશીમાં રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર જૂની મિત્રતાને હજી વધુ મજબૂત બનાવશે. જાપાનના પ્રતિનિધિઓની હાજરીમાં વડાપ્રધાન મોદી જાપાન અને ભારત વચ્ચેની મિત્રતાના ઉદાહરણ તરીકે રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર વારાણસીને સોંપશે. જાપાનમાં આને લઇને આનંદનો માહોલ છે. જાપાનમાં રહેતા ભારતીય નાગરિકો પણ આનાથી ખૂબ જ ખુશ છે.
કાશીમાં 'રુદ્રાક્ષ' દ્વારા બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરશે
ભારતમાં આવેલા જાપાની નાગરિકોનું કહેવું છે કે, તેઓને અપાર આનંદ મળી રહ્યો છે કે, કાશીમાં 'રુદ્રાક્ષ' દ્વારા બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં આવી રહ્યા છે. તેઓ જણાવે છે કે, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવે છે કે, તેમણે આ પદ્ધતિનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર, જાપાની નાગરિકો ભગવાન પાસેથી શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
જાપાન અને ભારતના સંબંધોને નવું રૂપ આપશે
વારાણસીના સારનાથ સ્થિત જાપાની મંદિરમાં રુદ્રાક્ષ કન્વેશનને લઈને વિશેષ પૂજા-અર્ચના પણ કરવામાં આવી હતી. ભગવાનને બન્ને દેશોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ અંગે મંદિરના આશ્રયદાતા કલસંગ નોર્બોએ જણાવ્યું કે, અમે વિશેષ પૂજા-અર્ચના કરી છે. કેમ કે કાશીમાં રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે જાપાન અને ભારતના સંબંધોને નવું રૂપ આપશે. આ માટે અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે, બન્ને દેશોમાં શાંતિ બનેલી રહે.
બાંધકામ 10 જુલાઈ 2018ના રોજ શરૂ થયું હતું
2015માં જાપાનના તત્કાલિન વડાપ્રધાન શિંઝો આબે, વડાપ્રધાન મોદી સાથે વારાણસીની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન બન્ને નેતાઓએ રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર વિશે ચર્ચા કરી અને આ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. આ પ્રોજેક્ટ 2018થી શરૂ થયો હતો. તેનું બાંધકામ 10 જુલાઈ 2018ના રોજ શરૂ થયું હતું અને તે માર્ચ 2021માં પૂર્ણ થયું છે. જાપાન દ્વારા આ પ્રોજેક્ટ માટે 186 કરોડ રૂપિયાની ભેટ આપવામાં આવી હતી. રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર જાપાનની આધુનિક તકનીકોના આધારે બનાવવામાં આવ્યું છે.
રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરમાં પણ બન્ને દેશોની સંસ્કૃતિની ઝલક જોવા મળશે
તેની ડિઝાઇનિંગ જાપાનની કંપની ઓરિએન્ટલ કન્સલ્ટન્ટ ગ્લોબલ દ્વારા કરવામાં આવી છે. અને તેનું બાંધકામ જાપાનની ફુજિતા કોર્પોરેશન નામની કંપની દ્વારા કરવામાં આવ્યું છે. ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય અને જાપાની વાનગીઓની સાથે રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરમાં પણ બન્ને દેશોની સંસ્કૃતિની ઝલક જોવા મળશે.
ઉદ્ઘાટન દરમિયાન મોદી રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરના પ્રાંગણમાં રુદ્રાક્ષ પ્લાન્ટ લગાવશે
જાપાનના લાઇટ્સ અને જાપાની છત્રીઓ ઉપરાંત જાપાનના ઘરોમાં સજાવટ માટે વપરાયેલા પારંપરિક મુખોટા, પોષાકો પણ અહીં જોવા મળશે. રુદ્રાક્ષ કન્વેશનમાં ભારત-જાપાની શૈલીની ઝલક દેખાશે. રુદ્રાક્ષમાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન મોદી રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરના પ્રાંગણમાં રુદ્રાક્ષ પ્લાન્ટ પણ લગાવશે.