ન્યૂઝ ડેસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે ઉત્તરપ્રદેશના પાંચ જિલ્લાઓના લોકોને વર્ચ્યુઅલ રેલીથી(Virtual Rally) સંબોધિત કરશે. ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 2022ને(UP Assembly Election 2022) ધ્યાનમાં રાખીને વડાપ્રધાનની આ પહેલી રેલી હશે.
વડાપ્રધાને ટ્વિટ કરીને આપી માહિતી
વડાપ્રધાને આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી હતી સાથે જે તેમણે લોકોને નમો એપના માધ્યમથી તેમના વિચારો વ્યક્ત કરવાનો આગ્રહ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જન ભાગીદારી અને જન વિશ્વાસમાં જ લોકતંત્રની તાકાત રહેલી છે. 31 જાન્યુઆરીએ યૂપીમાં 5 જિસ્સામાં યોજાનારી વર્ચ્યુઅલ રેલીમાં તમારી ભાગીદારી મહત્વપૂર્ણ છે. આ મારો આગ્રહ છે કે આ રેલી અંગેના તમારા વિચારો નમો એપ પર ચોક્કરથી શેર કરજો.