ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi to meet US President : PM મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે આજે કરશે વર્ચ્યુઅલી બેઠક - pm Modi will hold a virtual meeting

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે(PM Modi to meet US President). વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ વચ્ચેની વર્ચ્યુઅલ વાતચીત ચોથી ભારત-યુએસ 2+2 પ્રધાનો સ્તરીય સંવાદ પહેલા થશે.

PM Modi to meet US President
PM Modi to meet US President

By

Published : Apr 10, 2022, 8:14 PM IST

Updated : Apr 11, 2022, 8:54 AM IST

નવી દિલ્હી : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે યુએસ પ્રમુખ જો બાઇડેન સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે(PM Modi will hold a virtual meeting with US President Joe Biden). આ દરમિયાન, બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે અને દક્ષિણ એશિયા, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના તાજેતરના વિકાસ અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ચ્યુઅલ મીટિંગ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. આ સાથે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં પણ મદદ મળશે.

આ પણ વાંચો - PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેનને જણાવ્યું તેમના પરિવારનું 'ભારત કનેક્શન'

વર્ચ્યુઅલી યોજાશે બેઠક - વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેતાઓની વર્ચ્યુઅલ વાતચીત ચોથી ભારત-યુએસ 2+2 પ્રધાન સ્તરીય સંવાદ પહેલા થશે. ટુ પ્લસ ટુ બેઠકનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના યુએસ સમકક્ષ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન અને વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન કરશે.

આ પણ વાંચો - અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન અને PM મોદીની થશે મુલાકાત, અમેરિકા જશે વડાપ્રધાન : બન્ને દેશોના સંબંધો વધુ મજબુત બનશે

જાણો કયા મુદ્દા પર થશે ચર્ચાઓ - વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાની સરકારો, અર્થતંત્રો અને આપણા લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે બાઇડેન સોમવારે ભારતના વડાપ્રધાન મોદી સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. આ દરમિયાન બંને નેતાઓ સહયોગ માટે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે. આમાં કોરોનાનો મુકાબલો, આબોહવા સંકટનો મુકાબલો, વૈશ્વિક અર્થતંત્રને મજબૂત કરવા અને ઈન્ડો-પેસિફિકમાં સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ સામેલ છે.

Last Updated : Apr 11, 2022, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details