ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi રાષ્ટ્રને સમર્પિત કરશે જલિયાંવાલા બાગનું પુન:નિર્મિત સ્મારક - pm modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જલિયાંવાલા બાગ સ્મારકમાં પુન:નિર્મિત સ્મારકનું ઉદ્ઘાટન કરશે. આ સાથે સ્મારકમાં સ્થિત મ્યુઝિયમ ગેલેરીઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઇવેન્ટ્સને દર્શાવવા માટે ઓડિયો-વિઝ્યુઅલ ટેકનોલોજી દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવશે, જેમાં મેપિંગ અને થ્રીડી ઇલસ્ટ્રેશન તેમજ કલા અને શિલ્પ સ્થાપનોનો સમાવેશ થાય છે.

PM Modi રાષ્ટ્રને સમર્પિત કરશે જલિયાંવાલા બાગનું પુન:નિર્મિત સ્મારક
PM Modi રાષ્ટ્રને સમર્પિત કરશે જલિયાંવાલા બાગનું પુન:નિર્મિત સ્મારક

By

Published : Aug 28, 2021, 2:26 PM IST

  • PM મોદી જલિયાંવાલા બાગના પુન:નિર્મિત સ્મારકનું ઉદ્ઘાટન કરશે
  • સંગ્રહાલયમાં જોવા મળશે દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિઓ
  • સ્મારકમાં 4 દીર્ઘાઓમાં એ સમયના પંજાબની વિભિન્ન ઘટનાઓનું ઐતિહાસિક મહત્ત્વ દર્શાવશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા જલિયાવાલા બાગના પુન:નિર્મિત સ્મારકનું ઉદ્ઘાટન કરશે. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આપી છે. પીએમઓએ જણાવ્યું કે, પીએમ મોદી આ સાથે જ અમૃતસરના જલિયાંવાલા બાગ સ્મારક સ્થળ પર વિકસિત કેટલીક મ્યૂઝિયમ ગેલેરીનું પણ ઉદ્ઘાટન કરશે. આ આયોજન દરમિયાન સમગ્ર કેમ્પસને અપગ્રેડ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા અસંખ્ય વિકાસલક્ષી પગલાંઓનું પણ પ્રદર્શન કરવામાં આવશે.

4 મ્યૂઝિયમ ગેલેરી બનાવવામાં આવી

પીએમઓએ જણાવ્યું કે, લાંબા સમયથી બેકાર પડેલી અને ઓછી ઉપયોગવાળી બિલ્ડિંગોનો ફરીવાર અનુકૂળ ઉપયોગની ખાતરી કરતા 4 મ્યુઝિયમ ગેલેરીઓ બનાવવામાં આવી છે. તે પ્રમાણે આ ગેલેરીઓ એ સમયગાળામાં પંજાબમાં બનેલી અલગ-અલગ ઘટનાઓના વિશેષ ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. આ ઘટનાઓને દર્શાવવા માટે શ્રાવ્ય-દ્રશ્ય માધ્યમથી પ્રસ્તુતિ આપવામાં આવશે અને થ્રીડી ચિત્રણ તેમજ કલા અને શિલ્પ સ્થાપત્યો પણ સામેલ છે.

સંગ્રહાલયમાં જોવા મળશે દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિઓ

અનેક નવી અને આધુનિક સુવિધાઓને વધારવામાં આવી: PMO

આ બાગનું કેનદ્રીય સ્થળ મનાતા 'જ્વાલા સ્મારક'નું સમારકામ કરવાની સાથે સાથે આનું પુન:નિર્માણ કરવામાં આવ્યું છે અને ત્યાં આવેલા તળાવને એક 'લીલી તળાવ' તરીકે ફરીથી વિકસિત કરવામાં આવ્યું છે, તથા લોકોને આવવા-જવા માટે અહીં આવેલા રસ્તાઓને પહોળા કરવામાં આવ્યાં છે. પીએમઓએ કહ્યું કે, આ કેમ્પસમાં અનેક નવી અને આધુનિક સુવિધાઓને જોડવામાં આવી છે, જેમાં લોકોના આવન-જાવન માટે જરૂરી ચિહ્નો સાથે નવા વિકસિત રસ્તાઓ, મહત્વના સ્થળોની લાઇટિંગ, સ્વદેશી વૃક્ષારોપણ અને ખડકોની રચનાઓ સાથેનો સારો લેન્ડસ્કેપ અને સમગ્ર બાગમાં ઑડિયો નોડ્સ લગાવવાનું સામેલ છે.

સ્મારકમાં 4 દીર્ઘાઓમાં એ સમયના પંજાબની વિભિન્ન ઘટનાઓનું ઐતિહાસિક મહત્ત્વ દર્શાવશે

કાર્યક્રમમાં સામેલ થશે 4 રાજ્યના મુખ્યપ્રધાનો

આ ઉપરાંત મોક્ષસ્થળ, અમર જ્યોતિ અને ધ્વજ મસ્તુલને સમાવવા માટે ઘણા નવા વિસ્તારોનો વિકાસ કરવામાં આવ્યો છે. પીએમઓએ કહ્યું કે, કેન્દ્રીય સંસ્કૃતિપ્રધાન કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન, સંસ્કૃતિ રાજ્યપ્રધાન, રાજ્યપાલ અને પંજાબના મુખ્યપ્રધાન, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન, પંજાબના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને જલિયાંવાલા બાગ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટના સભ્યો આ કાર્યક્રમમાં ભાગ લેશે.

આ પણ વાંચોઃ આઝાદીની ચળવળને લઈને બનાવાયેલી 75 ફિલ્મોના પોસ્ટર્સનું પ્રદર્શન, કેન્દ્રીય પ્રધાને કર્યું અનાવરણ

આ પણ વાંચોઃ શહેનશાહ અકબરના સમયમાં બંધાયેલુું અજમેરનું સ્ટેટ મ્યૂઝિયમ, જ્યાંથી શરુ થઈ બ્રિટિશરોની ગુલામી

ABOUT THE AUTHOR

...view details