ગુજરાત

gujarat

By

Published : Aug 3, 2021, 9:19 AM IST

ETV Bharat / bharat

PM Modi 9 ઓગસ્ટે UNSCની બેઠકની અધ્યક્ષતા કરશે

ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council- UNSC)ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પહેલા ભારતીય વડાપ્રધાન છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની (UNSC) બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીની આ મહત્ત્વની બેઠક પર સમગ્ર વિશ્વની નજર હશે.

PM Modi 9 ઓગસ્ટે UNSCની બેઠકની અધ્યક્ષતા કરશે
PM Modi 9 ઓગસ્ટે UNSCની બેઠકની અધ્યક્ષતા કરશે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 9 ઓગસ્ટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council- UNSC)ની અધ્યક્ષતા કરશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પહેલા ભારતીય વડાપ્રધાન છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની (UNSC) બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે
  • ભારત સતત ત્રણ ઉચ્ચસ્તરીય બેઠક (Three high-level seats) કરશે, જેમાં દરિયાઈ સુરક્ષા (Maritime security), આતંકવાદ (Terrorism) અને વૈશ્વિક શાંતિ (Global peace) જેવા વિષયો પર ગંભીર ચિંતન થશે

ન્યૂઝ ડેસ્કઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની અધ્યક્ષતાની જવાબદારી સંભાળી છે. ત્યારે વડાપ્રધાન આજે UNSCની બેઠકની અધ્યક્ષતા કરશે. દરિયાઈ સુરક્ષા, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા પર થનારી મહત્ત્વની બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ભારત સતત ત્રણ ઉચ્ચસ્તરીય બેઠક કરશે, જેમાં દરિયાઈ સુરક્ષા, આતંકવાદ અને વૈશ્વિક શાંતિ જેવા વિષયો પર ગંભીર ચિંતન થશે.

આ પણ વાંચોઃPM Modi: આજે ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ

સુરક્ષા પરિષદની વર્ચ્યૂઅલ બેઠક 9 ઓગસ્ટે યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરક્ષા પરિષદની આ વર્ચ્યૂઅલ બેઠક (Virtual seat)માં 9 ઓગસ્ટે ભાગ લેશે. એવું પહેલી વખત થશે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાનની અધ્યક્ષતામાં કોઈ મહત્ત્વની ચર્ચા થતી હશે. ભારત માટે આ એક મોટી રાજદ્વારી સફળતા છે. એશિયામાં ભારતના વધતા કદની દિશામાં આ એક જરૂરી પગલું છે. ભારતનો આતંકવાદી વિરોધી એજન્ડા (Anti-terrorist agenda) તો જગજાહેર છે. તેવામાં વૈશ્વિક આતંકવાદ (Global terrorism) સામે વડાપ્રધાન મોદી (PM Modi)નો આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં અવાજ ઉઠાવવામાં આવશે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ (International security and peace) પર પણ દેશનું મંતવ્ય લેવામાં આવશે, જેનાથી કોઈ મહત્ત્વપૂર્ણ રણનીતિ તૈયાર કરી શકાય.

આ પણ વાંચોઃવડાપ્રધાન મોદીએ લોન્ચ કર્યું કેશલેસ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-Rupi, જાણો શું તેની તમામ ખાસિયતો

નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન કે જેમણે UNSCની બેઠકની અધ્યક્ષતાનો નિર્ણય કર્યો

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ ટી. એસ. તિરૂમૂર્તિ (T.S. Tirumurthy)એ આ અંગે જણાવ્યું હતું કે, ભારત ત્રણ ઉચ્ચસ્તરીય બેઠક કરશે, જેમાં શાંતિ સ્થાપના, આતંકવાદ સામે એક્શન અને દરિયાઈ સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓને ઉઠાવવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતના પૂર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયક અકબરૂદ્દીને રવિવારે જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પહેલા ભારતીય વડાપ્રધાન હશે, જેમણે UNSCની બઠકની અધ્યક્ષતા કરવાનો નિર્ણય કર્યો છે. આ UNSC પર અમારો આઠમો કાર્યકાળ છે.

ABOUT THE AUTHOR

...view details