- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળી ઉજવશે
- દિવાળી પર વડાપ્રધાન મોદીની મુલાકાત પર એક નજર
- નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વખતે પણ સૈનિકો સાથે દિવાળી ઉજવશે (PM MODI WILL CELEBRATE DIWALI WITH SOLDIERS). વડાપ્રધાન મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. સૂત્રોનું કહેવું છે કે પીએમ નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે.
દિવાળી પર વડાપ્રધાન મોદીની મુલાકાત પર એક નજર
વર્ષ 2020માં મોદીએ રાજસ્થાન બોર્ડર પર લોંગેવાલા ચોકી પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
વર્ષ 2019માં નરેન્દ્ર મોદીએ LOC પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાની મુલાકાત લીધી હતી.
વર્ષ 2018માં વડાપ્રધાને ઉત્તરાખંડના હરસિલમાં આર્મી અને ITBPના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
વર્ષ 2017માં મોદીએ તત્કાલિન આર્મી ચીફ જનરલ બિપિન રાવત સાથે જમ્મુ અને કાશ્મીરમાં બાંદીપોરા જિલ્લામાં નિયંત્રણ રેખાની મુલાકાત લીધી હતી. તેમણે ગુરેઝ સેક્ટરમાં 15 કોર્પ્સના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.