- વડાપ્રધાનનો વારાણસી પ્રવાસનો બીજો દિવસ
- ભાજપ શાસિત રાજ્યના મુખ્યપ્રધાનો સાથે બેઠક
- બનારસને ગણાવ્યું વિકાસ મૉડલ
વારણસી: વડાપ્રધાન મોદી બે દિવસના વારાણસીના પ્રવાસ પર(PM Modi Varanasi Visit) છે જ્યાં પહેલા દિવસે તેઓએ કાશી વિશ્વનાથ કોરિડોર જનતાને સમર્પિત કર્યો જ્યારે બીજા દિવસે એટલે કે મંગળવારે તેમણે ભાજપના સ્થાનિક અધિકારીઓ સાથે સીધો સંવાદ કર્યો ત્યારબાદ તેઓ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન અને ઉપ-મુખ્યપ્રધાનના સંમ્મેલનમાં હાજરી આપવા પહોંચ્યા હતાં
બનારસ પાસેથી વિકાસ મૉડલ શીખો
આ સંમેલનમાં તમામ મુખ્યપ્રધાન 3 અલગ અલગ ગાડીઓમાં સભાસ્થળ પર પહોંચ્યા હતાં. મુખ્યપ્રધાનોની આ બેઠકમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે બનારસ પાસેથી વિકાસનું મોડલ શીખો. તમારા વિસ્તારમાં પણ આ પ્રકારના વિકાસ મૉડલ પ્રમાણે કામ કરાવો.ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનના વખાણ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે તમામ મુખ્યપ્રધાન યોગીની જેમ જ કર્મયોગી બનીને કામ કરે. ઉલ્લેખનીય છે કે આ સંમેલનમાં હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ,અસમ, અરૂણાચલ પ્રદેશ, ગોવા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ,ત્રિપુરા, મણીપુર જેવા રાજ્યના મુખ્યપ્રધાન અને ઉપમુખ્ય પ્રધાન હાજર રહ્યાં છે
આ પણ વાંચો:Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું- કાશી અવિનાશી છે