- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ખેડૂતો માટે આગામી હપ્તો જાહેર કરશે
- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Sanman Nidhi Yojana) અંતર્ગત વડાપ્રધાન મોદી (PM Narendra Modi) જાહેર કરશે હપ્તો
- આ હપ્તાથી 9.75 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારો (Farmers Family)ને 19,500 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી શકાશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (સોમવારે) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Sanman Nidhi Yojana) અંતર્ગત નાણાકીય લાભનો આગામી હપ્તો જાહેર કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)ના જણાવ્યા મુજબ, આના માધ્યમથી 9.75 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 19,500 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી શકાશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી ખેડૂત લાભાર્થીઓ સાથે વાતચીત કરી તેમને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ (PM Narendra Modi Tweet) કરી લખ્યું હતું કે, દેશના પરિશ્રમી ખેડૂતોના જીવનને વધુને વધુ સરળ બનાવવા માટે અમારી સરકાર સતત કામ કરી રહી છે.
આ પણ વાંચો-પહેલીવાર ભારતીય વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદ બેઠકની અધ્યક્ષતા કરશે
PM-KISANના કેટલાક લાભાર્થીઓ સાથે પણ વડાપ્રધાન સંવાદ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ (PM Narendra Modi Tweet) કરીને વધુમાં લખ્યું હતું કે, આ જ કડીમાં મને કાલે બપોરે 12.30 વાગ્યે 'પીએમ કિસાન સન્માન નિધિ'નો આગામી હપ્તો જાહેર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. તે દરમિયાન દેશભરના 9.75 કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં 19,500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. મને PM-KISANના કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કરવાનો સુઅવસર પણ મળશે. આ યોજનાથી જે પ્રકારે આપણા ખેડૂત ભાઈ-બહેનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યો છે. તે અત્યંત ખુશીનો વિષય છે.