નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (5 જૂને) વિશ્વ પર્યાવરણ દિવસના (World Environment Day 2022) અવસરે રાષ્ટ્રીય રાજધાનીમાં 'માટી બચાવો આંદોલન' (Save The Soil Movement) સંબંધિત એક કાર્યક્રમને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયએ (PMO) આ માહિતી આપી હતી. એક નિવેદનમાં, પીએમઓએ કહ્યું કે, 'માટી બચાવો આંદોલન' એ એક વૈશ્વિક પહેલ છે જેનો ઉદ્દેશ લોકોને જમીનના બગડતા સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનો અને તેને સુધારવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે.
આ પણ વાંચો:World Environment Day 2022 : 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવવાની પ્રક્રિયા ક્યારે શરૂ થઈ? જાણો...