ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી આજે પોંડિચેરીમાં રેલીને સંબોધન કરશે - AFT થિડલ ખાતે રેલીને સંબોધન

ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે, વડાપ્રધાન અહીં AFT થિડલ ખાતે રેલીને સંબોધન કરશે. પોંડિચેરીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની આગેવાનીવાળી પાર્ટી AINRC વિધાનસભાની કુલ 30 બેઠકોમાંથી 16 બેઠક લડી રહી છે. જ્યારે ભાજપ નવ અને AIDMK પાંચ બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

By

Published : Mar 30, 2021, 7:59 AM IST

  • પોંડિચેરીમાં 6 એપ્રિલે વિધાનસભાની ચૂંટણી યોજાશે
  • વિધાનસભાની ચૂંટણીમાં NDAનો ટેકો મેળવવા ચૂંટણી સભાને સંબોધન કરશે
  • NDAની તરફેણમાં 25 ફેબ્રુઆરી પછી મોદી પોંડિચેરીમાં આ બીજી રેલી કરશે

પોંડિચેરી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોંડિચેરીમાં 6 એપ્રિલે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં NDAનો ટેકો મેળવવા મંગળવારે અહીં એક ચૂંટણી સભાને સંબોધન કરશે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, NDAના ઉમેદવારોની તરફેણમાં 25 ફેબ્રુઆરી પછી મોદી પોંડિચેરીમાં બીજી રેલી કરશે.

આ પણ વાંચો : પોંડિચેરીમાં ભાજપની આગેવાનીમાં બનશે NDAની સરકાર : અમિત શાહ

વડાપ્રધાન AFT થિડલ ખાતે રેલીને સંબોધન કરશે

ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે, વડાપ્રધાન અહીં AFT થિડલ ખાતે રેલીને સંબોધન કરશે. પોંડિચેરીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની આગેવાનીવાળી પાર્ટી AINRC વિધાનસભાની કુલ 30 બેઠકોમાંથી 16 બેઠક લડી રહી છે. જ્યારે ભાજપ નવ અને AIDMK પાંચ બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

આ પણ વાંચો : ચક્રવાત નિવાર : PM મોદીએ તામિલનાડુ અને પોંડિચેરીની પરિસ્થિતિની સમીક્ષા કરી આર્થિક પેકેજ જાહેર કર્યું

પોંડિચેરીમાં 6 એપ્રિલે એક તબક્કામાં મતદાન યોજાશે

AINRCના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન એન. રંગાસામી બે સીટ ત્તનચાવડી અને યમનથી ચુંટણી લડશે. પોંડિચેરીમાં 6 એપ્રિલે એક તબક્કામાં મતદાન યોજાનાર છે.

ABOUT THE AUTHOR

...view details