જલંધર :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14, 16 અને 17 ફેબ્રુઆરીએ પંજાબમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (National Democratic Alliance)ના ચૂંટણી પ્રચારને આગળ વધારવા માટે જાહેર સભાઓને સંબોધિત (PM MODI VISIT PUNJAB) કરશે. આ અંતર્ગત માલવા, દોઆબા અને માઝા વિસ્તારને આવરી લેવામાં (Election rally in Punjab) આવશે. વડાપ્રધાનની આ મુલાકાતને પાર્ટી દ્વારા માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહી છે. આ પ્રવાસને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:Assembly Election 2022 : પંજાબમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવારનો ચહેરો શીર્ષ નેતૃત્વ નક્કી કરશે : પ્રશાંત કોરાટ
બંદીવાન શીખોને મુક્ત કરવાની જાહેરાત
મળતી માહિતી મુજબ, પીએમ મોદી કેટલાક શીખ કેદીઓને રાહત આપી શકે છે. કેહવામાં આવે છે કે, દેવીન્દર સિંહ ભુલ્લર સહિત 12 કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી શકે છે, તેમની સજા પૂરી થઈ ગઈ છે, આનો સીધો ફાયદો પાર્ટીને થશે. ભાજપ પંજાબી સમુદાયમાં પોતાની છબી વધુ સુધારવા માંગે છે, આનાથી આગામી ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થશે. આ સિવાય પંજાબના કોઈ મોટા દલિત નેતાને પાર્ટીમાં સામેલ કરવામાં આવશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે, આનાથી પંજાબી સમુદાયમાં પાર્ટીનો પ્રવેશ મજબૂત થશે.
પંજાબ વિધાનસભા માટે 20 ફેબ્રુઆરીએ ચૂંટણી
117 સભ્યોની પંજાબ વિધાનસભા માટે 20 ફેબ્રુઆરીએ (Punjab Assembly Elections 2022) ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રદેશ ભાજપ મહાસચિવ સુભાષ શર્માએ જણાવ્યું હતું કે, પંજાબમાં NDAના અભિયાનને આગળ વધારવા માટે વડાપ્રધાન 14, 16 અને 17 ફેબ્રુઆરીએ 3 જાહેર સભાઓને સંબોધિત કરશે. વડાપ્રધાન 14 ફેબ્રુઆરીએ જલંધરમાં પ્રથમ જાહેરસભાને, બીજી 16 ફેબ્રુઆરીએ પઠાણકોટમાં અને ત્રીજી 17 ફેબ્રુઆરીએ અબોહરમાં સંબોધિત કરશે. "આ રીતે વડા પ્રધાન રાજ્યના ત્રણેય પ્રદેશોને આવરી લેશે - દોઆબામાં જલંધર, માઝામાં પઠાણકોટ અને માલવામાં અબોહર,"
આ પણ વાંચો:PM મોદીને સત્તા પરથી હટાવીશુ, તેલંગાણાને મદદ કરતી સરકાર લાવશુ : કે.સી.રાવ
વડાપ્રધાનની જાહેર સભાઓ રાજકીય વાતાવરણને બદલશે
શર્માએ દાવો કર્યો કે, "વડાપ્રધાનની જાહેર સભાઓ રાજ્યમાં રાજકીય વાતાવરણને બદલશે અને ચૂંટણી લડતા તમામ NDA ઉમેદવારોનું મનોબળ વધારશે," મોદીએ 8 ફેબ્રુઆરીએ ડિજિટલ માધ્યમથી રાજ્યમાં તેમની પ્રથમ રેલી કરી હતી.