નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડિજિટલ માધ્યમથી રેલી (PM Modi Virtual Rally in UP) સંબોધશે. ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશની રેલીમાં (PM Modi Virtual Rally in UP) મેરઠ, નોયડા, ગાઝિયાબાદ, અલિગઢ અને હાપુડ જિલ્લાની વિધાનસભા ક્ષેત્રોને સંબોધિત કરશે.
આ પણ વાંચો-UP assembly election 2022 : કોંગ્રેસે હટાવ્યું સ્ટાર પ્રચારક યાદીમાંથી સોનિયા અને મનમોહનનું નામ, જાણો કોણ કરશે પ્રચાર
ઉત્તરાખંડમાં પણ PM Modiની રેલી યોજાવાની હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાખંડમાં પણ આજે વર્ચ્યૂઅલ રેલી (PM Modi Uttarakhand Virtual Rally Cancelled) યોજાવાની હતી, પરંતુ રાજ્યના ખરાબ વાતાવરણના કારણે આ કાર્યક્રમને સ્થગિત કરી દેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની રેલીમાં (PM Modi Uttarakhand Virtual Rally Cancelled) અલ્મોડા, પિથોરાગઢ, બાગેશ્વર અને ચંપાવતના વિધાનસભા ક્ષેત્રોના લોકોને સંબોધિત કરવાના હતા.
આ પણ વાંચો-Prime Minister new record: યુટ્યુબ પર 1 કરોડ સબસ્ક્રાઇબર્સ, પગે લાગતા દિવ્યાંગના વીડિયોને સૌથી વધુ વ્યુઝ મળ્યા
ખરાબ વાતાવરણના કારણે ઉત્તરાખંડની રેલી રદ
ભાજપ પ્રદેશ મીડિયા પ્રભારી મનવીર સિંહ ચૌહાણે જાણકારી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ખરાબ વાતાવરણના કારણે સંગઠન સ્તરથી આ નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું હતું કે, ટૂંક જ સમયમાં અન્ય દિવસ પર કાર્યક્રમ યોજાશે.
UPમાં 10 ફેબ્રુઆરીએ થશે પ્રથમ તબક્કાનું મતદાન
આપને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના (UP Assembly Election 2022) પહેલા તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ થશે. આ તબક્કામાં પશ્ચિમી ઉત્તરપ્રદેશના જિલ્લા સામેલ છે. જ્યારે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે 14 ફેબ્રુઆરીનું એક તબક્કામાં (Uttarakhand Assembly Election 2022) મતદાન થશે.