ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi In Varanasi: વડાપ્રધાન હજારો કરોડની યોજનાઓ કરશે લોન્ચ - કાશીમાં કરોડો રૂપિયાની યોજનાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં હજારો કરોડના પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં (PM to kickstart development initiatives) આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે કાશીમાં કરોડો રૂપિયાની યોજનાઓ રજૂ કરશે.

PM Modi In Varanasi: વડાપ્રધાન હજારો કરોડની યોજનાઓ કરશે લોન્ચ
PM Modi In Varanasi: વડાપ્રધાન હજારો કરોડની યોજનાઓ કરશે લોન્ચ

By

Published : Dec 22, 2021, 8:29 AM IST

વારાણસી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે વારાણસીમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ (PM to kickstart development initiatives) આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારખીણવમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની (Banaskantha District Milk Producers Union Limited) બનાસ ડેરીનો શિલાન્યાસ કરશે. આ સાથે જિલ્લાને 2100 કરોડના ખર્ચની વિવિધ યોજનાઓની ભેટ પણ મળશે.

વડાપ્રધાન કાશીની મુલાકાતે 2100 કરોડના 25 પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે

બીજેપી મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ વિદ્યાસાગર રાયે જણાવ્યું હતું કે, વડાપ્રધાન કાશીની મુલાકાતે 2100 કરોડના 25 પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે. આમાં કારખિયાંવમાં ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ, બેનિયાબાગમાં પાર્કિંગ અને અન્ય કામોની સાથે ઈન્ટીગ્રેટેડ સર્વેલન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન સામેલ છે.

વડાપ્રધાન 'બનાસ ડેરી સંકુલ'નો શિલાન્યાસ કરશે

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે. ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને પ્રદેશના ખેડૂતોને મદદ કરવાના પ્રયાસરૂપે, વડાપ્રધાન 'બનાસ ડેરી સંકુલ'નો શિલાન્યાસ કરશે.

ડેરી પ્રોડક્ટની ગુણવત્તા અંગે લોકોને ખાતરી આપશે

વડાપ્રધાન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની મદદથી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા વિકસિત દૂધ ઉત્પાદનો માટે અનુરૂપ મૂલ્યાંકન યોજનાને સમર્પિત પોર્ટલ અને લોગોનું પણ ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે, BIS અને NDDB બંને ગુણવત્તા ગુણના લોગોને જોડીને બનાવવામાં આવેલો એકીકૃત લોગો ડેરી સેક્ટર માટે પ્રમાણપત્ર પ્રક્રિયાને સરળ બનાવશે અને ડેરી પ્રોડક્ટની ગુણવત્તા અંગે લોકોને ખાતરી આપશે.

ગામમાં રોજગાર મેળવવાની તક

ચૌધરીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી વારાણસી, જૌનપુર, મચ્છલીશહર, ચંદૌલી, ભદોહી, ગાઝીપુર, મિર્ઝાપુર અને આઝમગઢના 1000 ગામોના ખેડૂતોને ફાયદો થશે. ખેડૂતોને તેમના દૂધનો મહિને 8000 થી 10,000 રૂપિયાનો ભાવ મળશે. આ પ્લાન્ટમાં 750 લોકોને સીધી રોજગારી, 2350 લોકોને સંલગ્ન કામમાં અને લગભગ 10,000 પરિવારોને ગામમાં રોજગાર મળવાની સંભાવના છે.

વડાપ્રધાન અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. વારાણસીમાં દક્ષિણ એશિયા પ્રાદેશિક કેન્દ્રની ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઝડપ સંવર્ધન સુવિધા, પાયકપુર ગામમાં પ્રાદેશિક મંજૂરી માનક પ્રયોગશાળા અને પિન્દ્રા તાલુકામાં વકીલ ભવનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું- કાશી અવિનાશી છે

આ પણ વાંચો:Kashi Vishwanath Temple Corridor: PM નરેન્દ્ર મોદીના વરદહસ્તે ઉદ્ધાટન, ગુજરાતના 35થી વધુ સાધુ સંતો જશે વારાણસી

ABOUT THE AUTHOR

...view details