વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આંતર રાષ્ટ્રીય સ્તરે મહા મંદિરના રુપમાં સ્થાપિત સ્વર્વેદ મંદિરના પ્રથમ તળનું ઉદ્દઘાટન કર્યુ છે. આ સ્થળે નજીકના ભવિષ્યમાં સદાફલ મહારાજની 150 ફીટ ઊંચી મૂર્તિની સ્થાપના થવાની છે. આ સંદર્ભે સોમવારે મંદિરના પ્રમુખ વિજ્ઞાનદેવજી મહારાજે કરી છે. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ બનારસમાં જ્યાં એક તરફ ધર્મ અને આધ્યાત્મિકતા મંચ સજ્જ થયો છે ત્યાંથી એક રાજકીય દાવ ખેલ્યો છે.
વડાપ્રધાન મોદીએ આ રાજકીય દાવ ખેલીને પોતાના સંબોધન દરમિયાન સરકારે કરેલા વિકાસકાર્યોની માહિતી 29 રાજ્યોની જનતા સુધી પહોંચાડી દીધી છે. આવનારી લોકસભા ચૂંટણી 2024 પહેલા વડા પ્રધાન મોદીએ ભાજપનો પ્રચાર સ્વર્વેદ મંદિરના 30 લાખ અનુયાયીઓ સુધી પહોંચાડી દીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વર્વેદ મંદિરના ધાર્મિક અને આધ્યાત્મિક મંચથી ભક્તોને 9 સંકલ્પો લેવડાવ્યા છે. આ સંકલ્પો થકી વડા પ્રધાને લોકોને ભારતના આધ્યાત્મિક, આર્થિક અને ધાર્મિક આયામો સાથે જોડવાનું કામ કર્યુ છે. એક તરફ વડા પ્રધાને ભક્તોની ભાવનનાઓની કદર કરી તો બીજી તરફ લગ્ન તેમજ અન્ય કાર્યક્રમો દેશમાં જ કરવાની અપીલ કરી છે. વડા પ્રધાને વારાણસીના વિકાસ અને દેશમાં થયેલા પરિવર્તનોની ચર્ચા કરતા પોતાની સરકારે કરેલા વિકાસકાર્યોની માહિતી પણ આપી.
વડાપ્રધાન મોદીએ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વારાણસીમાં એક મોટા આધ્યાત્મિક મંચ પરથી રાજકીય દાવ ખેલ્યો છે. આ મંદિરના અનુયાયીઓ માત્ર ઉત્તર પ્રદેશ જ નહિ પરંતુ બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન, બંગાળ, અસમ, ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ ઉપરાંત ઈટાલી, જર્મની, કનાડા, સિંગાપોર, મલેશિયા, ઈંડોનેશિયા અને અમેરિકા સુધી ફેલાયેલ છે.
વડાપ્રધાન અત્યારે પોતાના કાર્યક્રમોમાં જે સંબોધન આપે છે તેમાં કેન્દ્ર સરકારના વિકાસકાર્યોનું જબરદસ્ત બ્રાન્ડિંગ કરે છે. વડા પ્રધાને આજે આ આધ્યાત્મિક મંચ પર 25,000 કુંડીય મહાયજ્ઞમાં આપવામાં આવતી આહુતિઓની સાર્થકતા પર નિવેદન આપ્યું હતું. જ્યારે વિક્સિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રચાર પ્રસાર ધર્મ ગુરુઓથી લઈને અનુયાયીઓ દ્વારા કરવામાં આવશે ત્યારે આ આહુતિઓ સાચા અર્થમાં સાર્થક થશે. જો વિક્સિત ભારત સંકલ્પ યાત્રાને મજબૂતી મળશે તો આ યજ્ઞમાં આપવામાં આવેલ આહુતિઓ સાર્થક ગણાશે તેમ વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું.
- ડાયમંડ બુર્સ ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીને 50 કેરેટની હીરાજડિત ભેટ, વિઝિટર્સ બૂકમાં અંગ્રેજીમાં પાઠવી શુભેચ્છા
- PM Modi આજે ગાંધીનગર રેલવે સ્ટેશન, હોટલ લીલા અને નવી 2 ટ્રેનનું ઉદ્ઘાટન કરશે