- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) હિમાચલ પ્રદેશના આરોગ્યકર્મીઓ અને કોરોના રસીકરણના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ
- વડાપ્રધાને લોકોને આગ્રહ કર્યો હતો કે, આપણે કોરોનાની રસીના વેડફાટથી બચવું પડશે
- ગામડાઓ સુધી ઈન્ટરનેટ પહોંચ્યું હોવાથી અહીંની સંસ્કૃતિને, પ્રવાસનની નવી સંભાવનાઓને દેશ-વિદેશ સુધી પહોંચાડી શકીએ છીએઃ વડાપ્રધાન
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હિમાચલ પ્રદેશના આરોગ્યકર્મીઓ અને કોરોના રસીકરણના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય કર્મીઓને કોરોનાની રસીનો બગાડ ન કરવા આગ્રહ કર્યો હતો.
આ પણ વાંચોઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા નંબર વન નેતા, જૂઓ અપ્રૂવલ રેટિંગ લીસ્ટ
હિમાચલે એક પરિવારના સભ્ય તરીકે મને ગર્વની તક આપી છેઃ વડાપ્રધાન
શિમલાના ડોડરાક્વાર ક્ષેત્રથી સિવિલ હોસ્પિટલમાં તહેનાત ડો. રાહુલની સાથે વાતચીત કરતા વડાપ્રધાનને કહ્યું હતું કે, કોરોનાની રસીનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવાથી રસીકરણના ખર્ચમાં 10 ટકાનો ઘટાડો થઈ શકે છે. આરોગ્યકર્મીઓ સાથે સંવાદ પછી વડાપ્રધાને સંબોધનમાં કહ્યું હતુ કે, હિમાચલ પ્રદેશે આજે એક પ્રધાનસેવક તરીકે જ નહીં, પરંતુ એક પરિવારના સભ્ય તરીકે મને ગર્વની તક આપી છે. તેમણે કહ્યું હતું કે, મેં નાની નાની સુવિધાઓ માટે સંઘર્ષ કરતા હિમાચલને જોયું છે અને આજે વિકાસની ગાથા લખી રહેલા હિમાચલને પણ જોઈ રહ્યો છું. આ તમામ હવે દેવી દેવતાઓના આશીર્વાદથી હિમાચલ સરકારની કર્મકુશળતાથી અને હિમાચલના જન જનની જાગૃતિથી શક્ય થયું છે.