ન્યુઝ ડેસ્ક: કોરોના ચેપ હવે ફરી ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોવિડ પોઝિટિવ (Barack Obama Covid Positive) આવ્યા છે. તેમણે ટ્વીટ (Barack Obama Covid Positive tweet) કરીને આ માહિતી આપી હતી. બરાક ઓબામાએ કહ્યું કે, મારો કોવિડ ટેસ્ટ થયો અને ડોકટરોના જણાવ્યા મુજબ, હું કોરોના પોઝિટિવ છું. બરાક ઓબામાએ કહ્યું કે, મને છેલ્લા કેટલાક દિવસોથી ગળામાં દુખાવો છે, પરંતુ આ ક્ષણે હું ખૂબ સારું અનુભવું છું.
મિશેલનો પણ કોરોના ટેસ્ટ: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, મારી સાથે મિશેલનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, પરંતુ સદનસીબે તેને ચેપ લાગ્યો નથી. એ પણ કહ્યું કે, રસીકરણ (Vaccination in America)ની પ્રક્રિયા ઝડપથી થઈ તે બદલ અમે સરકારના આભારી છીએ.
પીએમ મોદીએ ટ્વિટ કર્યુ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ (Narendra Modi tweet Obama) કરીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. તેણે કહ્યું કે, હું તમને અને તમારા પરિવારના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.