ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi આજે ઉત્તરાખંડના પ્રવાસે, ઋષિકેશ AIIMSમાં 35 PSA Plantsનું કરશે ઉદ્ઘાટન - વડાપ્રધાન જનસમૂહને પણ સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ જશે. તેઓ અહીં ઋષિકેશમાં આવેલી એઈમ્સ (AIIMS)માં ઓક્સિજન પ્લાન્ટની સાથે જ દેશના 35 રાજ્યો તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પીએમ કેર્સ ફંડ (PM Cares Fund)થી બનાવવામાં આવેલા 35 PSA ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.

PM Modi આજે ઉત્તરાખંડના પ્રવાસે, ઋષિકેશ AIIMSમાં 35 PSA Plantsનું કરશે ઉદ્ઘાટન
PM Modi આજે ઉત્તરાખંડના પ્રવાસે, ઋષિકેશ AIIMSમાં 35 PSA Plantsનું કરશે ઉદ્ઘાટન

By

Published : Oct 7, 2021, 9:31 AM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉત્તરાખંડના પ્રવાસે જશે
  • વડાપ્રધાન ઋષિકેશમાં આવેલી એઈમ્સ (AIIMS)માં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
  • દેશના 35 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં PM Cares Fundથી બનાવવામાં આવેલા 35 PSA પ્લાન્ટનું ઉદ્ઘાટન થશે

નવી દિલ્હી/દહેરાદૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉત્તરાખંડના પ્રવાસે જશે. અહીં તેઓ ઋષિકેશમાં આવેલી એઈમ્સ (AIIMS)માં ઓક્સિજન પ્લાન્ટની સાથે જ દેશના 35 રાજ્યો તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પીએમ કેર્સ ફંડ (PM Cares Fund)થી બનાવવામાં આવેલા 35 PSA ઓક્સિજન પ્લાન્ટ (Pressure Swing Adsorption - PSA)નું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન સમારોહ ઉત્તરાખંડના ઋષિકેશમાં આવેલા AIIMSમાં યોજાશે. અહીં વડાપ્રધાન 1,000 લીટર ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ દેશના તમામ જિલ્લાઓમાં PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન અહીં ઉપસ્થિત જનસમૂહને પણ સંબોધિત કરશે.

આ પણ વાંચો- 20 Years of Narendra Modi in Public Office : મોદીના આ મોટા નિર્ણયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા

ટેકનોલોજીની મદદથી આ પ્લાન્ટ્સની દેખરેખ પણ થશે

આ સંબંધમાં PMOએ જણાવ્યું હતું કે, ભારતની ચિકિત્સીય ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે આ પુરાવો છે કે, કોરોના મહામારી સામે આવ્યા પછી સરકાર તરફથી સક્રિયતાથી પ્રયાસ કરવામાં આવ્યા હતા. PMOએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશના તમામ જિલ્લાઓમાં PSA ઓક્સિજન પ્લાન્ટ્સની સ્થાપના પહાડી, દ્વિપીય અને કઠિન ભૂ-ભાગોના જટિલ પડકારોનો સામનો કરતા કરવામાં આવી છે. આ PSA ઓક્સિજન પ્લાન્ટ્સનું સંચાલન સુનિશ્ચિત કરવા માટે 7,000થી વધુ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. ટેકનોલોજીની મદદથી આ પ્લાન્ટ્સની દેખરેખ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો- વડાપ્રધાન મોદીના સૂચન બાદ સુરત મહાનગરપાલિકા ભવન 16 માળની જગ્યાએ બનશે ગગનચુંબી ઇમારત

મુખ્યપ્રધાને વડાપ્રધાનના કાર્યક્રમ માટે કરાતી તૈયારીની સમીક્ષા કરી

PMOએ કહ્યું હતું કે, આ પ્રસંગે ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમિત સિંહ, મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી અને કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે. આપને જણાવી દઈએ કે, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ બુધવારે ઋષિકેશ એઈમ્સ (AIIMS) પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંગે કરાતી તૈયારીની સમીક્ષા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરાખંડના પ્રવાસે છે. તેઓ ગુરુવારે સવારે દિલ્હીથી ઋષિકેશના હેલિપેડ પહોંચશે. ત્યારબાદ તેઓ ત્યાંથી સીધા એઈમ્સ હોસ્પિટલ જશે. અહીં તેઓ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કલાક સુધી રોકાશે અને દેશના અનેક ડેડિકેટેડ PSA ઓક્સિજન પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તો બપોર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઋષિકેશ હેલિપેડ પહોંચશે.

ABOUT THE AUTHOR

...view details